તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
પૂરગ્રસ્ત નેપાળની વહારે ભારત : વધુ બે વિમાનમાં સાડા એકવીસ ટન રાહત સામગ્રી કાઠમંડુ પહોંચી
ફોરેન્સિક કિટથી દવાઓ સુધી ભારતની મોટી મદદ : બચાવ, ઓળખ અને સારવાર માટે સતત સહાયનો સિલસિલો

નવી દિલ્હી : ભારતે નેપાળ માટે વધુ બે સી-૧૩૦જે વિમાન મારફતે કુલ સાડા એકવીસ ટન રાહત સામગ્રી પહોંચાડી છે.
વિનાશક પૂરની હોનારતનો સામનો કરી રહેલા નેપાળને ભારતે ફરી મોટાપાયે માનવતાવાદી મદદ પહોંચાડી છે. ભારતના વધુ બે સી-૧૩૦જે પરિવહન વિમાન સાડા એકવીસ ટન જેટલી તાત્કાલિક રાહત સામગ્રી સાથે કાઠમંડુ પહોંચ્યા છે. આ સામગ્રીમાં તબીબી સાધનો ઉપરાંત મૃતદેહોની ઓળખ પ્રક્રિયામાં ઉપયોગી ફોરેન્સિક કિટનો પણ સમાવેશ થાય છે.
આ ભારતની છઠ્ઠી અને સાતમી રાહત ઉડાન હોવાનું જણાવાયું છે. અગાઉની ઉડાનો દ્વારા તંબુ, સ્લીપિંગ બેગ, દવાઓ, ખાદ્ય સામગ્રી, જનરેટર અને બચાવકાર્ય માટે જરૂરી સાધનો મોકલવામાં આવ્યા હતા.
ભારતે વિશેષ ટનલ બચાવ ટીમ ઉપરાંત ડીએનએ વિશ્લેષણ અને મૃતકોની ઓળખમાં મદદ માટે ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ પણ મોકલી છે. પૂરમાં અનેક લોકો ગુમ હોવાથી મૃતદેહો અને માનવ અવશેષોની વૈજ્ઞાનિક ઓળખ એક મોટો પડકાર બની છે.
ભારતીય અધિકારીઓએ જણાવ્યું છે કે નેપાળ તરફથી મળતી જરૂરિયાતને આધારે રાહત અને પુનઃસ્થાપન સહાય આગળ પણ ચાલુ રાખવામાં આવશે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
