<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

યુરોપના હથિયાર બજારમાં ભારતે જમાવી ધાકઃ વિશ્વમાં ત્રીજો સૌથી મોટો સપ્‍લાયર દેશ બન્‍યો

ભારતનો સંરક્ષણ ક્ષેત્રે ડંકોઃ ૮,૨૭૧ કરોડના દારૂગોળા સપ્‍લાય કર્યા

નવી દિલ્‍હી,તા.૨૪: યુરોપના હથિયાર બજારમાં ભારતે જમાવી ધાક, વિશ્વમાં ત્રીજો સૌથી મોટો સપ્‍લાયર દેશ બન્‍યો. વૈશ્વિક સંરક્ષણ બજારમાં ભારતે એક નવો ઇતિહાસ રચી દીધો છે. એક સમયે વિદેશોમાંથી હથિયાર આયાત કરવા પર નિર્ભર રહેતું ભારત હવે વિશ્વના દેશોને હથિયારો અને દારૂગોળાની નિકાસ કરતું મુખ્‍ય દેશ બની ગયો છે. ડિફેન્‍સ સેક્રેટરી રાજેશ કુમાર સિહના જણાવ્‍યા અનુસાર, રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદથી ભારતે યુરોપિયન દેશોને અંદાજે રૂપિયા ૮,૨૭૧ કરોડના દારૂગોળાની સપ્‍લાય કરી છે.

વૈશ્વિક સંરક્ષણ બજારમાં ભારતે એક નવો ઇતિહાસ રચી દીધો છે. એક સમયે વિદેશોમાંથી હથિયાર આયાત કરવા પર નિર્ભર રહેતું ભારત હવે વિશ્વના દેશોને હથિયારો અને દારૂગોળાની નિકાસ કરતું મુખ્‍ય દેશ બની ગયો છે. ડિફેન્‍સ સેક્રેટરી રાજેશ કુમાર સિહના જણાવ્‍યા અનુસાર, રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદથી ભારતે યુરોપિયન દેશોને અંદાજે રૂપિયા ૮,૨૭૧ કરોડના દારૂગોળાની સપ્‍લાય કરી છે. આ સાથે જ ભારત યુરોપને હથિયારો નિકાસ કરનારો વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બનીને ઉભરી આવ્‍યો છે.

વેપાર ડેટા મોનિટરિગ રિપોર્ટ અનુસાર, ભારત દ્વારા યુરોપને મોકલવામાં આવેલા જથ્‍થામાં આર્ટિલરી શેલ, મોર્ટાર શેલ અને વિવિધ કેલિબરના લશ્‍કરી ઉપયોગી દારૂગોળાનો મોટો હિસ્‍સો સામેલ છે. યુરોપમાં ચાલી રહેલી 'રીઆર્મ યુરોપ' પહેલ હેઠળ લશ્‍કરી સાધનોની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે, જેનો સીધો લાભ ભારતના સંરક્ષણ ઉત્‍પાદન ક્ષેત્રને મળ્‍યો છે. ભારતનો કુલ સંરક્ષણ નિકાસ હવે રૂ.૩૮,૪૨૪ કરોડની સર્વોચ્‍ચ સપાટીએ પહોંચી ગયો છે, જે વિશ્વના ૮૦થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવે છે.

છેલ્‍લા ૧૦ વર્ષમાં ભારતના સંરક્ષણ ઇકોસિસ્‍ટમમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્‍યું છે. પહેલાં જ્‍યાં દેશનું સંરક્ષણ ઉત્‍પાદન માત્ર ૧૬ સરકારી જાહેર ક્ષેત્રના એકમો (PSUs) પૂતું સીમિત હતું, ત્‍યાં આજે લાયસન્‍સ ધરાવતી ૮૪૦થી વધુ મોટી અને મધ્‍યમ કંપનીઓ તથા ૧૭,૦૦૦થી વધુ MSMEs અને સ્‍ટાર્ટઅપ્‍સ કાર્યરત છે. ભારતે પોતાની ઘરેલુ ઉત્‍પાદન ક્ષમતા વધારીને રૂપિયા ૧.૫ લાખ કરોડ (અંદાજે ૧૭ બિલિયન યુરો) સુધી પહોંચાડી છે. આ ઉપરાંત, બુલેટપ્રૂફ જેકેટ, હેલમેટ અને નાના હથિયારોની માંગ પણ આંતરરાષ્ટ્રીય સ્‍તરે ઝડપથી વધી રહી છે.

સંરક્ષણ સચિવે વધુમાં ઉમેર્યું હતું કે ભારત હવે યુરોપિયન કંપનીઓ સાથે સંયુક્‍ત સાહસો સ્‍થાપીને પોતાની સપ્‍લાય ચેઇનને વધુ મજબૂત કરવા માંગે છે. વિદેશી કંપનીઓ માટે 'મેક ઇન ઇન્‍ડિયા' હેઠળ ઓછામાં ઓછું ૫૦% સ્‍થાનિક ઉત્‍પાદન કરવું ફરજિયાત છે. ભારત પોતાના વાર્ષિક સંરક્ષણ કેપિટલ એક્‍સપેન્‍ડિચરના ૭૫% હિસ્‍સો દેશની અંદર જ ખર્ચ કરે છે અને ÓIDDMÓ (ઇન્‍ડિયામાં ડિઝાઇન, વિકસિત અને ઉત્‍પાદિત) નીતિને પ્રાધાન્‍ય આપ્‍યું છે, જેથી ભારત સંરક્ષણ ક્ષેત્રે સંપૂર્ણ આત્‍મનિર્ભર બની શકે.

(10:09 AM IST)