તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th October 2026
EVMનો ઉપયોગ બંધ કરીને બેલેટ પેપર દ્વારા ચૂંટણીઓ યોજવા માંગ ઈન્ડિયા’ ગઠબંધનના પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિને વિસ્તૃત રાજુઆત કરી
ખડગેએ કહ્યું કે રાષ્ટ્રપતિએ વિપક્ષની તમામ બાબતો ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી અને મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની, સંબંધિત પક્ષો સાથે ચર્ચા કરવાની અને યોગ્ય કાનૂની પગલાં લેવાની ખાતરી આપી

નવી દિલ્હી :રાષ્ટ્રપતિ ભવન બહાર મીડિયા સાથે વાતચીત કરતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, "અમારા ગઠબંધનના પક્ષોના નેતાઓએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી આવેદનપત્ર સુપરત કર્યું છે. અમે ખાસ કરીને 'વોટોની ચોરી' સામે ચાર દિવસ પહેલાં શરૂ કરેલા આંદોલન અંગે રાષ્ટ્રપતિને અવગત કરાવવા ગયા હતા અને અમારો પક્ષ સંપૂર્ણપણે રજૂ કર્યો છે. અમે ચૂંટણી પંચની ગંભીર ક્ષતિઓ અને CEC જ્ઞાનેશ કુમાર દ્વારા કરવામાં આવેલી મોટી ભૂલો તરફ તેમનું ધ્યાન દોર્યું છે."
તેમણે આગળ જણાવ્યું કે, વિપક્ષે ભારપૂર્વક માગ કરી છે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) નો ઉપયોગ બંધ કરીને બેલેટ પેપર દ્વારા ચૂંટણીઓ યોજવામાં આવે. રાષ્ટ્રપતિએ વોટ ચોરી અને ગેરરીતિઓ અંગેના પુરાવા માંગ્યા છે. ખડગેએ ખાતરી આપી હતી કે વિપક્ષ હાલ તમામ પુરાવા એકત્રિત કરી રહ્યો છે અને ટૂંક સમયમાં તમામ સંબંધિત માહિતી રાષ્ટ્રપતિ સમક્ષ સબમિટ કરશે. તેમણે આક્ષેપ કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દેશની લોકશાહીને નબળી પાડવા અને ખતમ કરવા તરફ પગલાં લઈ રહ્યા છે.
ખડગેએ જણાવ્યું કે રાષ્ટ્રપતિએ વિપક્ષની તમામ બાબતો ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી છે અને તેમણે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની, સંબંધિત પક્ષો સાથે ચર્ચા કરવાની અને યોગ્ય કાનૂની પગલાં લેવાની ખાતરી આપી છે.
(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
