તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
રશિયા-યુક્રેન યુદ્ધ રોકાવવા ભારત સતત સંપર્કમાંઃ વોર્સોથી જયશંકરે સંવાદ અને રાજદ્વારી જ અંતિમ માર્ગ હોવાનું ફરી દોહરાવ્યું
તેલની ખરીદીથી નહીં, વાતચીતથી યુદ્ધ અટકશેઃ બંને પક્ષ સાથે વિચારો અને સૂચનો ઉપર વિગતવાર ચર્ચા કર્યાનો ખુલાસો કર્યો

વોર્સો : ભારત બંને દેશો સાથે સંપર્કમાં રહી સંઘર્ષ સમાપ્તિમાં ઉપયોગી બની શકે તેવા વિકલ્પો શોધી રહ્યું છે.
વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું કે ભારત રશિયા અને યુક્રેન બંને સાથે સતત સંપર્કમાં છે અને યુદ્ધ રોકવામાં ઉપયોગી બની શકે એવા વિચારો તથા સૂચનો ઉપર વિગતવાર ચર્ચા કરી રહ્યું છે.
કિવની મુલાકાત બાદ પોલેન્ડની રાજધાની વોર્સોમાં તેમણે કહ્યું કે યુદ્ધ કોઈ દેશે તેલ, ખાતર, એલ્યુમિના કે અન્ય ચીજ ખરીદી કે ન ખરીદી તેથી સમાપ્ત નહીં થાય; તેનો ઉકેલ રાજદ્વારી, સંવાદ અને વાટાઘાટમાંથી જ નીકળશે. ભારત કોઈપણ યોગ્ય રીતે મદદ કરવા તૈયાર હોવાનું તેમણે પુનરોચ્ચાર કર્યો. જયશંકરે પોલેન્ડના વિદેશમંત્રી રાડોસ્લાવ સિકોર્સ્કી અને રાષ્ટ્રપતિ કરોલ નવરોત્સ્કી સાથે પણ વૈશ્વિક સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
