તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
ભારત વિશ્વનો સૌથી મોટો શિપ રિસાયક્લિંગ દેશ બન્યો
ભારત ૨૦૩૦ સુધીમાં નંબર વન બનવાનું હતું પરંતુ તેણે ૨૦૨૬માં તે કરી દીધું, નિર્ધારિત સમય કરતા વહેલું લક્ષ્ય પ્રાપ્ત કર્યું : ભારતનું શિપ રિસાયક્લિંગ ૨૦૨૫માં વધીને ૨.૯૯ મિલિયન ગ્રોસ ટન (GT) થશે, જે ૨૦૨૪ માં ૧.૮૬ મિલિયન ગ્રોસ ટન (GT) હતું

નવી દિલ્હી તા.૨૩: ભારતે એક મહત્વપૂર્ણ સીમાચિホ હાંસલ કર્યું છે. સરકારે સોમવારે જાહેરાત કરી હતી કે તે સમય કરતા વહેલું વિશ્વનું સૌથી મોટું શિપ રિસાયક્લિંગ રાષ્ટ્ર બની ગયું છે. યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD) ના તાજેતરના અહેવાલ મુજબ, ભારતમાં શિપ રિસાયક્લિંગ ૨૦૨૪ માં ૧.૮૬ મિલિયન ગ્રોસ ટન (GT) થી વધીને ૨૦૨૫ માં ૨.૯૯ મિલિયન GT થશે. ટોચના શિપ રિસાયક્લિંગ રાષ્ટ્ર બનવાનું આ લક્ષ્ય મેરીટાઇમ ઇન્ડિયા વિઝન ૨૦૩૦ દસ્તાવેજમાં સમાવવામાં આવ્યું હતું.
વૈશ્વિક જહાજ રિસાયક્લિંગમાં દેશનો હિસ્સો ૨૦૨૪ માં ૩૦.૧% થી વધીને ૨૦૨૫ માં ૩૫.૪% થયો.
કેન્દ્રીય બંદરો, શિપિગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, આનાથી જવાબદાર અને ટકાઉ જહાજ રિસાયક્લિંગ માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારતની સ્થિતિ વધુ મજબૂત બને છે.
અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડનું વિસ્તરણ કરીને ભારત તેની જહાજ રિસાયક્લિંગ ક્ષમતાને લગભગ બમણી કરીને ૯ મિલિયન લાઇટ ડિસ્પ્લેસમેન્ટ ટન (LDT) કરવાનો પણ લક્ષ્ય રાખે છે.
એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાત સરકારે ભવિષ્યની માંગને પહોંચી વળવા, માળખાગત સુવિધા સુધારવા અને વૈશ્વિક બજારમાં ભારતની સ્પર્ધાત્મકતા વધારવા માટે એક વેપાર માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.
બાલ્ટિક અને આંતરરાષ્ટ્રીય દરિયાઇ પરિષદ (BIMCO) અનુસાર, આગામી દાયકામાં વિશ્વભરમાં ૧૬,૦૦૦ થી વધુ જહાજોનું રિસાયકલ થવાની અપેક્ષા છે.
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ભારત વાર્ષિક આશરે ૫૦૦ થી ૬૦૦ જહાજોને રિસાયકલ કરવા માટે સારી સ્થિતિમાં છે કારણ કે તે તેની જહાજ રિસાયક્લિંગ ક્ષમતામાં વધારો કરવાનું ચાલુ રાખે છે.
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
