<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

ગૂગલને પછાડવા ભારતમાં સૌથી મોટું AI ડેટા હબ બનશેઃ રિલાયન્‍સે ૧.૬ લાખ કરોડ રોક્‍યા

રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ૧.૬ લાખ કરોડ રૂપિયાનું વિશાળ એઆઈ ડેટા સેન્‍ટર ક્‍લસ્‍ટર બનાવવા જઈ રહી છે. : ડેટા સેન્‍ટર અને ગ્રીન એનર્જી ક્ષેત્રે કુલ રૂ.૧.૬ લાખ કરોડનું રોકાણ કરાશે, જે વિશાખાપટ્ટનમને ગ્‍લોબલ હબ બનાવશેઃ ૧ ગીગાવોટની ક્ષમતા ધરાવતો આ પ્રોજેક્‍ટ ગૂગલના વર્તમાન ડેટા સેન્‍ટર કરતા પણ વિશાળ અને શક્‍તિશાળી હશેઃ પ્રોજેક્‍ટને ચલાવવા માટે ૯૦૦૦ મેગાવોટની સોલર પેનલ ક્ષમતા ઉભી કરાશે, જે પર્યાવરણને અનુકૂળ ઉર્જા પૂરી પાડશે

નવી દિલ્‍હી,તા.૨૮: ભારતમાં આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ (AI) ની રેસ હવે વધુ તેજ બનવાની છે, કારણ કે રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝે એક એવો દાવ ખેલ્‍યો છે, જે આખા ટેક સેક્‍ટર ની તસવીર બદલી શકે છે. કંપની આંધ્રપ્રદેશ ના વિશાખાપટ્ટનમમાં લગભગ ૧.૬ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરીને એક વિશાળ એઆઈ ડેટા સેન્‍ટર ક્‍લસ્‍ટર બનાવવાની તૈયારીમાં છે. આ માત્ર એક પ્રોજેક્‍ટ નથી, પરંતુ ભારતને ગ્‍લોબલ ડેટા પાવર બનાવવા માટેની દિશામાં આ મોટું પગલું માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ પ્રોજેક્‍ટ ગૂગલ ના ૧ ગીગાવોટ ડેટા સેન્‍ટરથી પણ મોટો હશે, જેનાથી સ્‍પષ્ટ છે કે હવે તે ટેક્રોલોજીની દુનિયામાં પણ વર્ચસ્‍વ કાયમ કરવા માંગે છે.

ત્રણ તબક્કામાં બનશે ગિગા એઆઈ ડેટા હબ

સૂત્રો મુજબ, આ પ્રોજેક્‍ટ ત્રણ તબક્કામાં વિકસિત કરવામાં આવશે. પહેલા તબક્કામાં પોલિપલ્‍લી ગામમાં ૫૦૦ મેગાવોટ ક્ષમતાવાળા ડેટા સેન્‍ટર બનશે, જેનાથી કમર્શિયલ શરૂઆત ઓક્‍ટોબર-૨૦૨૮ સુધી થવાની આશા છે. તેના પછી બીજા તબક્કામાં કુલ ક્ષમતા ૧ ગીગાવોટ સુધી વધારવામાં આવશે. આ આખા પ્રોજેક્‍ટ માટે કંપનીએ લગભગ ૯૩૫ એકર જમીનની માગણી કરી છે, જેમાં ડેટા સેન્‍ટર, કેબલ લેન્‍ડિંગ સ્‍ટેશન અને ડીસેલીનેશન પ્‍લાંટ પણ સામેલ છે.

વિશાખપટ્ટનમ કેમ છે ખાસ?

વિશાખપટ્ટનમ આ સમયે દેશનું નવું ડેટા સેન્‍ટર હબ બનવા જઈ રહ્યુ છે. અહીં પહેલેથી જ ગૂગલ , સિફી, ડિજિટલ કોનેક્‍શન અને અનંત રાજ ક્‍લાઉડ જેવા મોટા ખેલાડીઓ પોતાના પ્રોજેક્‍ટ્‍સ પર કામ કરી રહ્યા છે. હવે રિલાયન્‍સની એન્‍ટ્રી આ રેસને વધુ રસપ્રદ બનાવશે. આ આખું ક્‍લસ્‍ટર ભોગાપુરમના નવા એરપોર્ટની નજીક વિકસિત થશે, જેનાથી કનેક્‍ટિવિટી અને ઈન્‍ફ્રાસ્‍ટ્‍ર્‌કચરને મોટો ફાયદો મળશે.

ગ્રીન એનર્જીની સાથે AI નું કોમ્‍બિનેશન

રિલાયન્‍સ માત્ર ડેટા સેન્‍ટર જ નથી બનાવી રહ્યું, પરંતુ તેની સાથે જ રિન્‍યૂએબલ એનર્જી પ્રોજેક્‍ટ પણ જોડી રહી છે. કંપની લગભગ ૧.૦૮ લાખ કરોડ રૂપિયા ડેટા સેન્‍ટર અને ૫૧,૩૦૦ કરોડ રૂપિયા ગ્રીન એનર્જી પર ખર્ચ કરશે. તેમાં ૯૦૦૦ મેગાવોટ પીક સોલર પેનલ ક્ષમતા હશે, જે મહત્તમ ૬૬૦૦ મેગાવોટ વીજળીપેદા કરી શકશે. એટલે કે આ પ્રોજેક્‍ટ સંપૂર્ણપણે ભવષ્‍યની જરૂરિયાતોને ધ્‍યાનમાં રાખીને ડિઝાઈન કરવામમાં આવ્‍યો છે.

આંધ્રપ્રદેશ બની રહ્યું છે કે ડેટા સુપરપાવર

આંધ્રપ્રદેશ સરકારે ૨૦૨૫માં ૬ ગીગાવોટ ડેટા હોસ્‍ટિંગની ક્ષમતાનું લક્ષ્ય રાખ્‍યું હતું. અત્‍યાર સુધીમાં ૫.૬ ગીગાવોટના એમઓયૂ સાઈન થઈ ચુક્‍યા છે અને રિલાયન્‍સનો આ પ્રોજેક્‍ટ રાજ્‍યને આ લક્ષ્યની બેહદ નજીક લાવી દેશે. રાજ્‍ય સરકાર પણ કંપનીઓને આકર્ષિત કવા માટે જીએસટી  રિફન્‍ડ કેપિટલ સબસીડી અને સસ્‍તી વીજળી જેવી ઘણી સુવિધાઓ આપી રહી છે. રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ નું આ રોકાણ માત્ર એક બિઝનેસ મૂવ નથી, પરંતુ ભારતને AI અને ડેટા ઈકોનોમી માં ગ્‍લોબલ લીડર બનાવવાની દિશામાં મોટું પગલું છે. જો આ પ્રોજેક્‍ટ નક્કી સમય પર પુરો થાય છે, તો વિશાખાપટ્ટનમ દુનિયાના સૌથી મોટા ડેટા હબ્‍સમાં સામેલ થઈ શકે છે.

(4:58 PM IST)