તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Monday, 19th October 2026
ભારતમાં પણ બાંગ્લાદેશ-ફ્રાન્સ જેવી હિંસાનું કાવતરું હતું?
કિરણ રિજિજુના દાવાથી રાજકીય ચર્ચા તેજ

નવી દિલ્હી તા.૧૯: દુનિયાના અનેક દેશમાં હિસા સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ફ્રાંસની ઘટનાને લઈ કેન્દ્રીય મંત્રીએ એક મોટું અને મહત્ત્વનું નિવેદન આપી દીધું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા કિરણ રીજીજૂએ ભારતમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર નિશાન તાંક્યું હતું. કેન્દ્રીય મંત્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, બાંગ્લાદેશમાં થયેલી હિંસક ઘટના અને ફ્રાંસમાં થયેલા હુલ્લડ, લૂંટ અને આગચંપની ઘટના જેવું જ કાવતરૂ ભારત માટે પણ ઘડવામાં આવ્યું હતું.
ભારત વિરોધી સમૂહ એક્ટિવ થયા છે. આ કાવતરામાં કેટલાક રાજનેતાઓએ પણ યુવાનો સાથે ભળીને એમને ઉશ્કેરવા તથા રસ્તા પર હિસા ફેલાવવા માટેની યોજના બનાવી હતી. પણ આ ખતરનાક કાવતરૂ ઘડનારા એ વાત ભૂલી ગયા કે, ભારત ન તો બાંગ્લાદેશ છે ન તો ફ્રાંસ. ભારતમાં સત્તા પરિવર્તન બિલકુલ થઈ શકે છે પણ માત્રને માત્ર ચૂંટણીના માધ્યમથી. આ પ્રકારના વિરોધ પ્રદર્શન દ્વારા તો બિલકુલ નહીં. આ પોસ્ટ સાથે તેમણે એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.જેમાં નેહા બોરા બાંગ્લાદેશના યુવાનોને ધન્યવાદ કહી રહ્યા છે. આ સાથે મંત્રીએ પ્રશાંત ભૂષણના સત્તા પરિવર્તનના નિવેદનની ક્લિપ પણ જોડી. અન્ય એક ક્લિપમાં જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં થયેલા વિરોધ પ્રદર્શનના પણ ફૂટેજ છે. આ પહેલા મંત્રીએ ૧૫મી ઑક્ટોબરના રોજ એક પોસ્ટ શેર કરી હતી. જેમાં એમણે એવું કહ્યું હતું કે, લડાઈની લાઈને ખેંચાઈ ચૂકી છે. એકબાજું માનસિક રીતે નક્સલો છે તો બીજી તરફ સાચા દેશભક્તો છે. એકબાજું ભારતીય બંધારણમાં વિશ્વાસ રાખનારા લોકો છે તો બીજીબાજું અરાજકતા ફેલાવનારા લોકો છે. હવેની લડાઈ ભારત વિરોધી તાકાત અને એ દેશભક્તોની વચ્ચે છે જે ભારતની ખરેખર સુરક્ષા કરવા માગે છે.
આ પછી મંત્રીએ તા. ૧૭ ઓક્ટોબરના રોજ સત્તા પરિવર્તન પર પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, કાન ખોલીને સાંભળી લો વિરોધ પ્રદર્શન કરનારાઓ, આ બાંગ્લાદેશ નથી ભારત છે. ભારતનો યુવા મુર્ખ નથી. તે ભારતનો નિર્માણકર્તા છે. તે દેશને જ્યારે નષ્ટ નહીં કરે. દેશના યુવા મોડલની જીત દુનિયાભરમાં થઈ રહી છે. ઈનોવેશન, સ્ટાર્ટઅપ, ટેક્રોલોજીની સાથે સાંસ્કૃતિક વિકાસ પણ થઈ રહ્યો છે. દેશના યુવાનો સાંસ્કૃતિક ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યા છે. સ્પોર્ટ્સમાં આગળ વધી રહ્યા છે. મંત્રીની વાત એવા સમયે સામે આવી રહી છે અને બેક ટુ બેક પોસ્ટ કરીને એ વાત સામે સ્પષ્ટતા દેખાઈ રહી છે જ્યારે નવી દિલ્હીમાં સતત વિરોધ પ્રદર્શનનો માહોલ વધારે તીવ્ર બની રહ્યો છે. પહેલ કોક્રોચ જનતા પાર્ટી અને હવે ૧ નવેમ્બરના રોજ કોંગ્રેસે રામલીલા મેદાનામાં વિરોધ પ્રદર્શન કરવા માટેની મંજૂરી માગી છે. કોંગ્રેસે આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
