હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 1st November 2026
દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની ‘વોટ બચાવો, દેશ બચાવો’ મહારેલી
SIRના વિરોધમાં વિપક્ષનો શક્તિપ્રદર્શન: છેલ્લા 25 દિવસમાં સાતમી વખત એકજૂટ થયા વિપક્ષી પક્ષો

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં આજે વિપક્ષી INDIA ગઠબંધન દ્વારા SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ના વિરોધમાં વિશાળ ‘વોટ બચાવો-દેશ બચાવો’ મહારેલી અને માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મહારેલીમાં વિપક્ષી પક્ષોના ટોચના નેતાઓ, હજારો કાર્યકર્તાઓ, વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે.
છેલ્લા 25 દિવસમાં વિપક્ષ આ મુદ્દે સાતમી વખત એકજૂટ થયો છે. આ અગાઉ 6થી 13 ઓક્ટોબર દરમિયાન પણ આ મુદ્દે છ વખત વિરોધ પ્રદર્શનો યોજાઈ ચૂક્યાં છે.
SIRની પ્રક્રિયા અને મતદારોના મતાધિકારને લગતા મુદ્દાઓને લઈને વિપક્ષ દ્વારા સરકાર સમક્ષ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આ મહારેલીના માધ્યમથી વિપક્ષે મતદારોના અધિકારો અને લોકશાહી પ્રક્રિયાના રક્ષણનો મુદ્દો ઉઠાવ્યો છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
