તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલો વધારો અન્ય દેશોની સરખામણીએ ઘણો ઓછો છે : કિરેન રિજીજુએ કર્યો બચાવ
કેન્દ્રીય મંત્રી કિરેન રિજીજુએ કહ્યું ભારતમાં પેટ્રોલની કિંમતોમાં માત્ર 3.2% થી 3.4% સુધીનો વધારો થયો જ્યારે વિશ્વના અનેક દેશોમાં કિંમતોમાં 20% થી લઈને 100% સુધીનો વધારો થયો

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી કિરેન રિજીજુએ શુક્રવારે ઈંધણના ભાવમાં થયેલા વધારાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને વૈશ્વિક અસ્થિરતા છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલો વધારો અન્ય દેશોની સરખામણીએ ઘણો ઓછો છે. તેમણે આંકડા ટાંકીને દાવો કર્યો કે ભારતમાં પેટ્રોલની કિંમતોમાં માત્ર 3.2% થી 3.4% સુધીનો વધારો થયો છે, જ્યારે વિશ્વના અનેક દેશોમાં કિંમતોમાં 20% થી લઈને 100% સુધીનો વધારો જોવા મળ્યો છે. રિજીજુએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે સરકાર આર્થિક સ્થિરતા અને જન કલ્યાણ વચ્ચે સંતુલન જાળવી રહી છે અને જનતાની સુખાકારીને પ્રાથમિકતા આપી રહી છે.
(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
