તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
ભારતમાં ડિજિટલ સુવિધાઓમાં વધારોઃ ૮૩% ઘરોમાં ઇન્ટરનેટ
૧૫ થી ૨૯ વર્ષની વયના લગભગ ૪૦% યુવાનો ઇમેઇલનો ઉપયોગ કરી શકતા નથી

ઇન્ટરનેટ એક્સેસ હોવા છતાં દેશના ગ્રામીણ વિસ્તારોમાં નોંધપાત્ર સંખ્યામાં જનરલ-જી પાસે મૂળભૂત ડિજિટલ કુશળતાનો અભાવ છે. આ જ કારણ છે કે, ૮૩% ગ્રામીણ ઘરોમાં ઇન્ટરનેટ હોવા છતાં, ૧૫ થી ૨૯ વર્ષની વયના ૪૦% ગ્રામીણ યુવાનો ઇમેઇલનો ઉપયોગ કરી શકતા નથી. આ સમસ્યા ડિજિટલ સેવાઓના ઉપયોગમાં નોંધપાત્ર અંતર બનાવી રહી છે.
પંચાયતી રાજ સંસ્થાઓને નાણાં પર રિઝર્વ બેંકના અહેવાલમાં આ વાત બહાર આવી છે. ગ્રામીણ યુવાનોની ડિજિટલ ક્ષમતાઓ પરના સર્વે મુજબ, ૯૩્રુ લોકોએ ઇન્ટરનેટની એક્સેસ હોવાનું જણાવ્યું છે. જ્યારે ૮૩ ટકા યુવાનો ડિજિટલ દસ્તાવેજો સંપાદિત કરવામાં સક્ષમ છે, ત્યારે ફક્ત ૬૦ ટકા લોકો ઇમેઇલનો ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવે છે. રાષ્ટ્રીય સ્તરે, આશરે ૯૪ ટકા ગામડાઓ મોબાઇલ કનેક્ટિવિટી ધરાવે છે. દરમિયાન, ૧૫ વર્ષ અને તેથી વધુ ઉંમરના ૭૬ ટકા પુખ્ત વયના લોકો સ્માર્ટફોન ધરાવે છે પરંતુ તેનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતા નથી.
અહેવાલ મુજબ, ૭૫ ટકાથી વધુ ઓનલાઇન ખરીદદારોએ બિન-ખાદ્ય વસ્તુઓ ખરીદ્યાનું જણાવ્યું છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ બજાર વિસ્તરી રહ્યું છે, ત્યારે ઓનલાઇન સેવાઓનો ઉપયોગ હજુ સુધી વ્યાપક જરૂરિયાતો સુધી પહોંચ્યો નથી. ઓનલાઇન બેંકિગ વ્યવહારો કરવા સક્ષમ લગભગ ૮૭ ટકા લોકો UPI-આધારિત ડિજિટલ ચુકવણીનો ઉપયોગ કરે છે.
ગોવા, સિક્કિમ, મિઝોરમ, આંધ્રપ્રદેશ, કેરળ અને મહારાષ્ટ્રમાં UPI અને નેટ બેંકિગ સેવાઓના ઉપયોગનો દર પ્રમાણમાં ઊંચો છે. ડિજિટલ અને નાણાકીય સેવાઓની સારી પહોંચ ધરાવતા રાજ્યોમાં અસંગઠિત ગ્રામીણ સાહસો માટે પ્રતિ-એન્ટરપ્રાઇઝ મૂલ્યવર્ધન પણ વધારે છે.
ડિજિટલ પ્રગતિની અસરથી ગ્રામ પંચાયત વિકાસ યોજનાઓના ઓનલાઇન અપલોડિંગનો દર ૯૯.૭% સુધી પહોંચ્યો છે. દરમિયાન, ઓનલાઇન ખર્ચ ચુકવણીનો હિસ્સો ૯૮.૪% સુધી પહોંચી ગયો છે. પ્રમાણમાં ડિજિટલી વિકસિત રાજ્યોમાં પણ, ફક્ત ૧૩% ગામડાઓ પાસે ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ અને યુઝર ફી ચુકવણીની સુવિધા છે.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
