<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

આપ સરકાર હેઠળ ગોળીબાર અને ગુંડાગીરીની ઘટનાઓ ચિંતાનો વિષય બની : સચિન પાયલોટના પ્રહાર

તેમણે લખ્યું છે કે, "સંગરુરના બદરુખાનમાં ગુરુદ્વારા સાહિબમાં સેવાદાર પર થયેલા જીવલેણ હુમલાના સમાચાર અત્યંત ચિંતાજનક

કોંગ્રેસના નેતા સચિન પાયલોટે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં પંજાબમાં આપ સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે લખ્યું છે કે, "સંગરુરના બદરુખાનમાં ગુરુદ્વારા સાહિબમાં સેવાદાર પર થયેલા જીવલેણ હુમલાના સમાચાર અત્યંત ચિંતાજનક છે. આપ સરકાર હેઠળ ગોળીબાર અને ગુંડાગીરીની ઘટનાઓ ચિંતાનો વિષય બની રહી છે. આ ઘટના પંજાબમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે."

(9:26 PM IST)