<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

ઇન્‍દૌરમાં જશવંતલાલ ટુવાવાલા જૈન સાધના ભવનનું ઉદઘાટન

શ્રમણ સંધીય પૂ. અરુણમુનિજી આદિ તથા પૂ. મહાસતીજી વૃંદની પાવન નિશ્રા : પૂ. ધીરગુરૂદેવની પ્રેરણાથી ૬ માળનું સંકુલમાં ટુવાવાલા પરિવારનું અનુદાન

રાજકોટ : શ્રી વર્ધમાન સ્‍થાનકવાસી જૈન મહાસંઘ પશ્ચિમ ક્ષેત્રે ટ્રસ્‍ટ, ગુમાસ્‍તાનગર, ઇન્‍દોર ખાતે કરોડોના ખર્ચે નવનિર્મિત બિન સાંપ્રદાયયિક જૈન સાધના ભવનનું છ મંજિલ નિર્માણ કરાયું છે.

જેનું ઉદઘાટન ૧ર જુલાઇના મુખ્‍ય દાતા શેઠ જશવંતલાલ ગિરધરલાલ ટુવાવાલા પરિવારના હસ્‍તે કરાયું હતું. આ પ્રસંગે શ્રમણ સંધીય પૂ. અરૂણમૂનિજી આદિ તથા પૂ. મહાસતીજીવૃંદ પધાર્યા હતા.

સુભાષ જૈને જણાવેલ કે હિન્‍દી ભાષી ક્ષેત્રમાં અધુરા કાર્યને પૂર્ણ કરવા શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પૂ. શ્રી ધીરૂગુરુદેવની પ્રેરણાથી ટુવાવાલા પરિવારે ૧.૩પ કરોડનું અનુદાન અર્પણ કરતા અમારો ઉત્‍સાહ વધતા સ્‍વપ્‍ત સાકાર થતા આનંદ છવાયો છે.

જયારે ગુજરાતી સંઘ દ્વારા સ્‍નેહલતા ગંજમાં પૂ. શ્રી ધીરગુરૂદેવના અનુગ્રહથી ૧૦ કરોડના ખર્ચે નવ્‍ય સુવિધિનાથ ઉપાશ્રયનું નિર્માણ ઝડપથી ચાલુ છે. 

(12:54 PM IST)