તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મહત્વપૂર્ણ સફળતા : નાગપુર વિધાન પરિષદની બેઠક અભિજિત વંજારીએ ફરી જીતી
મતગણતરી ૪૧ કલાક ચાલી: ભાજપના સુધાકર કોહલેને ૩,૨૭૧ મતથી હરાવ્યા; નાગપુર સ્નાતક મતવિસ્તારમાં કોંગ્રેસના નેતાનો સતત બીજો વિજય

નાગપુર:મહારાષ્ટ્ર વિધાન પરિષદની નાગપુર વિભાગ સ્નાતક મતવિસ્તારની ચૂંટણીમાં કોંગ્રેસના અભિજિત ગોવિંદરાવ વંજારીએ સતત બીજી વખત વિજય મેળવ્યો છે. પ્રથમ અને બીજી પસંદગીના મતોની ગણતરી બાદ વંજારીને કુલ ૬૭,૨૩૧ મત મળ્યા હતા, જ્યારે તેમના નજીકના હરીફ ભાજપના સુધાકર કોહલેને ૬૩,૯૬૦ મત મળ્યા હતા.
મતગણતરી ૨૭ ઓક્ટોબરની સવારે શરૂ થઈ હતી અને ૪૧ કલાકથી વધુ ચાલી હતી. વિભાગીય કમિશનર તથા ચૂંટણી અધિકારી વિજયલક્ષ્મી બિદારીએ વંજારીને વિજયનું પ્રમાણપત્ર આપ્યું હતું. વંજારીએ અગાઉ ૨૦૨૦માં પણ આ બેઠક જીતી હતી. નાગપુર વિસ્તારમાં આ પરિણામ કોંગ્રેસ માટે રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
