તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
નોકરિયાત વર્ગ માટે મહત્વના સમાચાર: ઈપીએફઓ પોર્ટલ આજથી ૨૮ જૂન સુધી રહેશે બંધ

નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓનું સત્તાવાર ઓનલાઈન પોર્ટલ ટેકનિકલ મેન્ટેનન્સના કારણોસર આજથી આગામી ૨૮ જૂન સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
દેશના કરોડો નોકરિયાત લોકો અને પેન્શનરો માટે એક અગત્યના અને ધ્યાનમાં રાખવા જેવા સમાચાર સામે આવ્યા છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ) દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે કે તેમનું મુખ્ય ઓનલાઈન પોર્ટલ સિસ્ટમ મેઈન્ટેનન્સ અને ટેકનિકલ અપગ્રેડેશનની કામગીરીને કારણે આજથી લઈને ૨૮ જૂન સુધી બંધ રહેશે.
આ સમયગાળા દરમિયાન પીએફ ખાતાધારકો ઓનલાઈન ક્લેમ કરવા, પાસબુક ડાઉનલોડ કરવા, કેવાયસી અપડેટ કરવા કે બેલેન્સ જાણવા જેવી કોઈ પણ ડિજિટલ સેવાઓનો લાભ લઈ શકશે નહીં. પોર્ટલની સુરક્ષા વધારવા અને સર્વરને વધુ ઝડપી બનાવવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
૨૯ જૂનથી તમામ ઓનલાઈન સેવાઓ રાબેતા મુજબ પૂર્વવત રીતે શરૂ થઈ જશે તેવી સ્પષ્ટતા વિભાગ દ્વારા કરવામાં આવી છે.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
