<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

મહત્વના સમાચારો ઊડતી નજરે....

* વહેલી પરોઢે ઉત્તર પૂર્વ ભારતના બે રાજ્યોમાં ધરતી ધ્રૂજી: અસમમાં ૪.૫ અને મણિપુરમાં ૨.૯ની તીવ્રતાનો ભૂકંપ: વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા: કેન્દ્રબિંદુ જમીનથી ૩૩ કિલોમીટર અને  ૧૨ કિલોમીટરની ઊંડાઈએ હતું.

* નાઈજીરીયામાં લશ્કરી એરક્રાફ્ટ તૂટી પડતા ૨૫ જવાનો અને ૭ ક્રુ મેમ્બર સહિત ૩૩ ના મોત 

* નવસારીના વાંસદાના ભીનાર ગામે ઘર આંગણેથી ત્રણ વર્ષના બાળકને દીપડો ઉપાડી જતા ભયનું વાતાવરણ: જંગલમાંથી મૃતદેહ મળી આવ્યો, પાંજરું ગોઠવવા માગણી

* એસઆઈઆરનો વિરોધ અને ચૂંટણી કમિશનરના રાજીનામાની માગણી સાથે, દિલ્હીમાં વિરોધ પક્ષોનો મોરચો, ઇન્ડિયા બ્લોક દ્વારા ચૂંટણી પંચની ઓફિસ સુધી વિરોધ કૂચ શરૂ થઈ રહી છે, જેને લઈને આકાશવાણી કાર્યાલય આસપાસ સુરક્ષા જડબેસલાક બનાવવામાં આવી છે, વિજય ચોક આસપાસ ચારે તરફ બેરીકેડ 

* ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી આજે રાજ્યસભાની ચૂંટણી માટે ત્રીજા ઉમેદવારને ઉતારી રહી છે 

* બંગાળ તમિલનાડુ અને પુડુચેરીની પાંચ વિધાનસભા અને આસામની નવગાંવ લોકસભા બેઠક ઉપર પેટા ચૂંટણી માટે મતદાન શરૂ

* ટ્રમ્પનો ધડાકો કહ્યું કે વ્યક્તિગત રીતે માનું છું કે ફ્લાય દુબઈ ફ્લાઇટ ઉપર થયેલ હુમલા માટે ઇરાન જ જવાબદાર છે ઓમાનના કોપાયલોટ હમ્મામ એ ફ્લાઈટને ક્રેશ કરવા પ્રયાસ કરેલ, જે ભારતીય પાયલોટ સ્મિત મચ્છરે નિષ્ફળ બનાવેલ 

* મુંબઈ એરપોર્ટ ઉપરથી નકલી પાસપોર્ટ સાથે નેપાળી અને દુબઈ જઈ રહેલ અફઘાની નાગરિકની ધરપકડ થઈ છે

* હુથી બળવાખોરોને પરાસ્ત કરવા મક્કા સરક્ષણ કરાર સક્રિય કરવામાં આવ્યો છે અને આ સાથે જ પાકિસ્તાની અને તુર્કી સૈનિકો હજારોની સંખ્યામાં સાઉદી અરેબિયા પહોંચ્યા છે: ગલ્ફના દેશોમાં ચાલતો સંઘર્ષ આ સાથે વધુ વિસ્ફોટક બને અને યુદ્ધનો વ્યાપ ગલ્ફ દેશોની બહાર પણ ફેલાય તેવી પૂરી શક્યતા.

(9:41 AM IST)