News of Friday, 2nd October 2026
મહત્વના સમાચારો ઊડતી નજરે....

* દેશભરમાં આજે ગાંધી જયંતી અને લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ ની ઉજવણી થઈ રહી છે, સવારે રાજઘાટ ખાતે અને વિજય ઘાટ ઉપર જઈને નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીજીને અને શાસ્ત્રીજીને સ્મરણાંજલિ અર્પણ કરી હતી
* રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા ભાયલા બ્રિજ ઉપર આજે એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં રોડ પર અફરાતફરી, ૧૧૨ ની ટીમની ત્વરિત કામગીરીને કારણે મુસાફરોનો આબાદ બચાવ
* કોકરોચ જનતા પાર્ટી આજથી ફરી એકવાર દિલ્હીમાં જંગી દેખાવો કરવા જઈ રહી છે, આ વખતે નિશાન ઉપર ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશકુમાર છે, સીજેપી એ તેમનું રાજીનામું માગ્યું છે
* નીટ-જી માટે આજથી ફ્રી ઓનલાઇન કોચિંગ શરૂ થવાની શક્યતા
* બિહારમાં આજથી "નીતિશ સંવાદ" અભિયાનની શરૂઆત નીતીશકુમાર અને જનતા દળ યુ પાર્ટીએ કરેલ છે
* હિંમતનગરના પેટ્રોલ પંપ ઉપર ગુંડા તત્વો, ડંડા અને પટ્ટા લઈને, મારામારી તથા બેફામ ગાળો બોલતા નજરે પડ્યા હતા, સ્થાનિકોમાં પ્રચંડ રોષ.
* દેશભરમાં વેપારીઓ દ્વારા "નો યુપીઆઈ ડે": યુપીઆઈ ઉપર એમડીઆર વસૂલવાના વિરોધમાં દેશભરમાં વેપારીઓનો વિરોધ.
* ભારતે એશિયન ગેમ્સમાં ૨૧મો ગોલ્ડ જીત્યો: તીરંદાજીમાં ચોથો ગોલ્ડ મેડલ, ભારતીય મહિલા રિકર્વ ટીમે કોરિયાને હરાવ્યું
* મહારાષ્ટ્રમાં અમરાવતી જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે ઉપર એક બોલેરો વાનને ટ્રકે ઉડાડતા પ ના મોત, ૨૧ ઘાયલ
* એશિયન ગેમ્સમાં ભારતના લલાટે ૧૧ મો ગોલ્ડ મેડલ: તિરંદાજીમાં ભારતની મહિલા રિકર્વ ટીમેવચોથો ગોલ્ડ મેડલ જીતી લીધો છે
* ફરી યુદ્ધના મંડાણ થઈ રહ્યા છે? અમેરિકાએ પશ્ચિમ એશિયા તરફ ૯૦૦૦ સૈનિકો સાથેનો જહાજી કાફલો મોકલ્યો છે, દરમિયાન ટ્રમ્પ પણ સતત નવા હુમલાની ધમકી આપી રહેલ છે, ઇઝરાયેલ જતી ફ્લાઈટના હુમલાખોર ઓમાની કો-પાયલોટને ઇરાન સાથે સંબંધ હોવાના નિર્દેશ પણ ટ્રમ્પે આપ્યા છે
* અરવલ્લીના માલપુર નજીક પોલીસ અને આરોપીઓ વચ્ચે સામસામે ફાયરિંગ: પોશડોડા ભરેલી કારને રોકવા જતા આરોપીઓએ પોલીસ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું. જેના જવાબમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પણ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ દરમિયાન એક આરોપીને પગમાં ઈજા થતાં પોલીસે તેને ઝડપી લીધો હતો
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
