<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

મહત્વના સમાચારો ઉડતી નજરે

* નીટ કૌભાંડે વધુ એક  આસાસ્પદ જીવનનો અંત આણ્યો: 'સોરી મમ્મી-પપ્પા.. ફરી NEET આપવાની હિંમત નથી...', વધુ એક વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાધો: દેશભરમાં ચકચારી બનેલા નીટ યુજી ૨૦૨૬ પેપર લીક અને પરીક્ષા રદ થવાના પગલે મધ્યપ્રદેશના જિલ્લા મઉગંજના મગનિયા ગામમાં NEETની તૈયારી કરી રહેલી એક તેજસ્વી વિદ્યાર્થિની આકાંક્ષા ચતુર્વેદીએ પોતાના ઘરમાં પંખા સાથે ફાંસી લગાવીને જીવન ટૂંકાવી લીધું છે. 

* ચોમાસુ હવે શરૂ થઈ રહ્યું છે: હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ-પશ્ચિમ નૈઋત્યનું ચોમાસુ આજે ૪ જૂને ગમે ત્યારે કેરલમ અને તમિલનાડુમાં દસ્તક આપી શકે છે. આ સાથે દેશના ૧૭ રાજ્યોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ભારે આંધી-વંટોળ અને વરસાદનું ઍલર્ટ જાહેર 

* આખરે ઈઝરાયલ – લેબેનોન વચ્ચે યુદ્ધવિરામ પર સહમતિ. અમેરિકાની મધ્યસ્થતામાં યોજાયેલી ચોથા રાઉન્ડની બેઠક બાદ બંને દેશો શાંતિ સમજૂતી પર પહોંચ્યા છે. ૪ શરતો રાખવામાં આવી

* એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ્સ સક્રિય હોવાને કારણે રાજ્યના ૧૬ જિલ્લામાં વરસાદ અને વાવાઝોડાનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં મધ્યમ વરસાદી ઝાપટા અને કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવાયેલ છે

* રશિયાના પીટસબર્ગ શહેર ઉપર ડ્રોન વડે યુક્રેને ભારે મોટો હુમલો કરતા રશિયાના મહત્વના ઓઈલ ટર્મિનલને મોટું નુકસાન થયું છે, આર્થિક અને વ્યુહાત્મક મોટો ફટકો પડ્યો

* યુદ્ધના માહોલ વચ્ચે ફ્રાન્સમાં યોજાનાર જી–૭ શિખર પરિષદમાં હાજરી આપવા ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે

(9:31 AM IST)