News of Thursday, 16th July 2026
સંસદના ચોમાસુ સત્ર પહેલા આવતીકાલે NDAની મહત્ત્વની બેઠક: રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવાસે વ્યુહરચના ઘડાશે
વિપક્ષને ઘેરવા, ગૃહની કાર્યવાહી સુચારૂ રીતે ચલાવવા તેમજ વિભિન્ન સરકારી ખરડાઓ પસાર કરાવવા અંગેની સંયુક્ત વ્યૂહરચના પર આ બેઠકમાં વિગતવાર ચર્ચા-વિચારણા કરાશે

નવી દિલ્હી : સંસદના આગામી ચોમાસુ સત્રને ધ્યાનમાં રાખીને સત્તાધારી NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) ગઠબંધન દ્વારા એક મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક આવતીકાલે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહના સત્તાવાર નિવાસસ્થાને યોજાશે. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ભાજપ સહિત NDAના તમામ સહયોગી પક્ષોના અગ્રણી નેતાઓ ખાસ ઉપસ્થિત રહેશે અને ભાગ લેશે. ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષને ઘેરવા, ગૃહની કાર્યવાહી સુચારૂ રીતે ચલાવવા તેમજ વિભિન્ન સરકારી ખરડાઓ પસાર કરાવવા અંગેની સંયુક્ત વ્યૂહરચના પર આ બેઠકમાં વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
