તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
કર્ણાટકમાં અત્યાધુનિક ક્વોન્ટમ સિટી સ્થાપવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ : સ્વિટ્ઝર્લેન્ડની કંપનીઓ અને સંશોધન સંસ્થાઓને રોકાણ તથા ટેકનોલોજી ક્ષેત્રે ભાગીદારી માટે આમંત્રણ
અત્યાધુનિક ટેકનોલોજીના વિકાસ માટે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને સંશોધકો સાથે સહયોગ સાધવાનો રાજ્ય સરકારનો પ્રયાસ

બેંગલુરુ : કર્ણાટકના મંત્રી અજય ધરમસિંહે રાજ્યમાં સૂચિત ક્વોન્ટમ સિટી પ્રકલ્પમાં રોકાણ કરવા સ્વિટ્ઝર્લેન્ડની કંપનીઓ, સંશોધન સંસ્થાઓ અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓને આમંત્રણ આપ્યું છે
અત્યાધુનિક ટેકનોલોજીના વિકાસ માટે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને સંશોધકો સાથે સહયોગ સાધવાનો રાજ્ય સરકારનો પ્રયાસ છે.
ચોકસાઈ આધારિત એન્જિનિયરિંગ, તબીબી ટેકનોલોજી અને અન્ય અદ્યતન વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહયોગની સંભાવનાઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.
બેંગલુરુમાં આગામી ક્વોન્ટમ ઇન્ડિયા શિખર સંમેલનમાં સ્વિટ્ઝર્લેન્ડના સંશોધકો અને ટેકનોલોજી કંપનીઓની ભાગીદારીને પણ આવકારવામાં આવશે. જોકે રોકાણની ચોક્કસ રકમ અંગે હજુ જાહેરાત કરવામાં આવી નથી
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
