<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

સોના તથા ચાંદી પર ઈમ્પોર્ટ ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા : હવે 10 ગ્રામ સોના પર રૂપિયા 27000 ટેક્સ પેટે ચુકવવા પડશે

અગાઉ 10 ગ્રામ સોના પર રૂપિયા 13,500 ટેક્સ આપવો પડતો જે આશરે 27000 રૂપિયા થયો એટલે કેટેક્સને લીધે સોનાની કિંમત રૂપિયા 13,500 પ્રતિ 10 ગ્રામ વધારો થયો

ભારતીય સંસ્કૃત્તિ સાથે સોનાનો હંમેશા સતત લગાવ રહેલો છે. સોનું ફક્ત આભૂષણ પૂરતું મર્યાદિત નથી તે બચત તથા સુરક્ષાના દ્રષ્ટિકોણથી સૌથી ઉત્તમ રોકાણ માધ્યમ માનવામાં આવે છે. પણ હવે ભારત સરકારે સોના તથા ચાંદી પર ઈમ્પોર્ટ ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી દીધો છે. તેનો અર્થ એવો થયો કે હવે 10 ગ્રામ સોના પર આશરે રૂપિયા 27000 ટેક્સ પેટે ચુકવવા પડશે. જે ગ્રાહકો માટે 440 વૉલ્ટનો ઝાટકો છે.

સરકાર ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં જે ઘટાડો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખી વિદેશી હૂંડિયામણ ભંડોળને બચાવવા માટે આ પગલું ભર્યુ છે. ટેક્સમાં જે ભારણ વધારવામાં આવ્યું છે

સરકારે import dutyના માળખામાં જે ફેરફાર કર્યો છે તેને લીધે સોનું મોંઘુ થઈ ગયું છે. હવે સોના પર 10 ટકા બેસિક કસ્ટમ ડ્યુટી 5 ટકા AIDC એટલે કે Agriculture Infratructure And Development Cess ચુકવવો પડશે. જેથી સીધી અસર લોકો પર પડશે. અગાઉ 10 ગ્રામ સોના પર આશરે રૂપિયા 13,500 ટેક્સ આપવો પડતો હતો. જે આશરે 27000 રૂપિયા થઈ ગયો છે. એટલે કેટેક્સને લીધે સોનાની કિંમત રૂપિયા 13,500 પ્રતિ 10 ગ્રામ વધારો થયો છે.

 

સરકારનો મુખ્ય ઉદ્દેશ રૂપિયાના મૂલ્યમાં જે ઘટાડો થઈ રહ્યો છે તેને બ્રેક લગાવવાનો છે. ભારતીય રૂપિયા પર જે દબાણ જોવા મળી રહ્યું છે તેને ધ્યાનમાં રાખી બુધવારે રૂપિયો ડોલરની તુલનામાં 0.1 ટકા નબળો પડી 95.7450 લેવલ સુધી પહોંચી ગયો છે, જે અત્યાર સુધીની સૌથી નીચી સપાટી છે.

આ અગાઉ રૂપિયો 95.7375ની ઓલ-ટાઈમ લો સપાટી પર પહોંચી ગયો હતો. ભારત પોતાની જરૂરિયાત માટે સોનાની સતત આયાત કરે છે. ગયા વર્ષે ભારતે 710 ટન સોનાની આયાત કરી હતી. અને ભારે ઈમ્પોર્ટને લીધે વિદેશી હૂંડિયામણનો ખર્ચ થયો હતો. સરકારનું માનવું છે કે ઈમ્પોર્ટ ડ્યુટી વધારવાથી સોનાની આયાત ઓછી થશે. જેથી વ્યાપાર ખાધ ઓછી થશે અને રૂપિયો મજબૂત બનશે.

(11:04 PM IST)