<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

વડાપ્રધાન માટે સોમનાથ અને વડોદરામાં અભેદ્ય સુરક્ષા આવી છે...

વડોદરામાં વિશાળ રોડ શો અંતર્ગત સુશોભન, સુરક્ષા અંતર્ગત પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર, કલેક્‍ટર અનિલ ધામેલિયા, મ્‍યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ જેવી અનુભવી ત્રિપુટીનું અદભુત સંકલનઃ બોંબ સ્‍કોડ દ્વારા રોજે રોજે તસુએ તસુ જમીનની ચકાસણી, રાજ્‍યભરમાંથી dysp, pi વડોદરા પહોંચી ગયાઃ સીબીઆઈ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા સીપી સતત પીએમ કાર્યાલય, SPG સાથે સંકલનમાં: IB વડા અશોક કુમાર યાદવે સૌરાષ્‍ટ્ર, કચ્‍છ, ગુજરાતના IB યુનિટને એલર્ટ મોડમાં મુકયા.... : મુખ્‍ય પોલીસ વડા ડો કે. એલ.એન રાવ એક્‍ટિવ મોડમાં, સોમનાથમાં ૧૦૮ અશ્‍વોની શોભાયાત્રા, જાહેર સંબોધન અંતર્ગત રેન્‍જ વડા રાજેન્‍દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શનમાં અને ગીર સોમનાથ એસપી જયદીપસિંહ જાડેજાના નેતૃત્‍વમાં ૧૦૦૦ થી વધુ પોલીસ દળ ખડેપગે.. : વડોદરામાં ગ્રામ્‍યમાં સરધાર ધામ ત્રણના લોકાર્પણ, પીએમનું સરદાર ગૌરવ એવોર્ડથી સન્‍માન, વિશાળ જાહેર સંબોધન કાર્યક્રમ વિગેરે કાર્યક્રમ માટે રેન્‍જ વડા સંદીપસિંહ અને ગ્રામ્‍ય એસપી સુશીલ અગ્રવાલ ટીમ એક્‍ટિવ

રાજકોટ, તા.૮:  વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી ૧૧ મી તારીખે સૌરાષ્‍ટ્ર ગુજરાતની મુલાકાત અંતર્ગત રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા ડો. કે. એલ એન. રાવના માર્ગદર્શનમાં સુશોભન સહિત સુરક્ષ ચક્ર રચવા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યી છે.              

અત્રે એ યાદ રહે રાજ્‍યના ગળહ ખાતાનો સ્‍વતંત્રત હવાલો ધરાવતા નાયબ મુખ્‍ય મંત્રી દ્વાર દેશ વિદેશના આસ્‍થાના પ્રતિક જેવા સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત, જાહેર સંબોધન અંતર્ગત વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જૂનાગઢ રેન્‍જ વડા રાજેન્‍દ્રસિંહ ચૂડાસમાના સુપરવિઝન હેઠળ ગીર સોમનાથ એસપી જયદીપસિંહ જાડેજા ટીમ ૧૦૮ અશ્વો સાથેની ભવ્‍ય શૌર્ય યાત્રામાં વડાપ્રધાન ભાગ લેવા સાથે વિશાળ કાર્યક્રમમાં હાજર રહેવાના હોવાથી ૧૦૦૦ થી વધુ પોલીસ જવાનો સાથે લોખંડી સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવી છે નરેન્‍દ્રભાઇ સોમનાથ ખાતે પૂજા અર્ચન, વિવિધ વિકાસ કાર્યોનું લોકાપર્ણ અને ખાત મુહર્ત કરનાર છે.

 વડોદરામાં ૧૫૦ કરોડના ખર્ચે  તૈયાર થયેલ આધુનિક સરદાર ધામ ૩ સંકુલનું લોકાપર્ણ થનાર છે. વડા પ્રધાનને સરદાર ગૌરવ રત્‍ન એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવનાર છે, વડોદરા ગ્રામ્‍યની હદના આ કાર્યક્રમ માટે વડોદરા રેન્‍જ વડા સંદીપસિંહ જેવા સિનિયર IPS ના માર્ગદર્શનમાં વડોદરા રૂરલ એસપી સુશીલ અગ્રવાલના નેતળત્‍વ હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.         

વડોદરા શહેરના વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની વિશેષ કસોટી છે, અહીં ભવ્‍ય રોડ શો યોજાવવાનો છે. વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર, કલેક્‍ટર અનિલ ધામેલિયા એને મ્‍યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ જેવી અનુભવી ત્રિપુટી દ્વારા વડોદરા શહેરના રોડ શો ના રસ્‍તાઓ સુશોભન, અડચણ રૂપ દબાણ, જર્જરીત ઈમારતો અને શહેરના ક્રિમીનલ હિસ્‍ટ્રી ધરાવતા આકરાધીઓ અંગેની યાદી સહિત પગલાંઓનો ધમધમાટ છે, ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ, વડાપ્રધાન કાર્યાલય સાથે કોન્‍ટેક્‍ટ, અને એસપીજી સાથે સંકલન સધાય રહ્યું છે. બોંબ સ્‍કોડ દ્વારા વડાપ્રધાનના રૂટની ચકાસણી ચાલી રહી છે. વડા પ્રધાનના પ્રવાસ અંતર્ગત IB વડા અશોક કુમાર યાદવ દ્વારા સેન્‍ટ્રલ  IB સાથે સંકલન અને તમામ યુનિટો ને એલર્ટ કર્યા છે. વડોદરા પોલીસની મદદમાં ગુજરાત ભરમાંથી dysp, અને પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરો વડોદરા આવી રહ્યા છે.

વડોદરાના જોઇન્‍ટ પોલીસ કમિશનર નિલેશ જાજડિયા, એડિશનલ પોલીસ કમિશનર ડૉ.સુધીર દેસાઈના નેતળત્‍વમાં ભારે ધમધમાટ બોલી રહ્યો છે.

(3:16 PM IST)