હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએન હ્યુમન રાઇટ્સ કાઉન્સિલની વિશ્વસનીયતા માટે 'પક્ષપાત રહિત વલણ' અનિવાર્ય: ભારતની સ્પષ્ટ રજૂઆત
આતંકવાદને માનવાધિકાર માટે સૌથી મોટો ગણાવ્યો ખતરો; યુએન જનરલ એસેમ્બલીમાં ભારતે કાઉન્સિલના કામકાજ સામે ઉઠાવ્યા સવાલ

ન્યુ યોર્ક: સંયુક્ત રાષ્ટ્રસંઘ (UN)માં ભારતે માનવાધિકાર પરિષદ (UNHRC)ની કાર્યશૈલી અને તેની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, યુએન હ્યુમન રાઇટ્સ કાઉન્સિલની વિશ્વસનીયતા સંપૂર્ણપણે તેના 'પક્ષપાત રહિત અને સંતુલિત અભિગમ' (Even-handedness) પર જ ટકેલી છે.
યુએન જનરલ એસેમ્બલીની બેઠકને સંબોધતા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ (First Secretary) ભાવિકા મંગલાનંદને જણાવ્યું હતું કે, કોઈપણ સંબંધિત દેશની સહમતિ કે જોડાણ વગર માત્ર ચોક્કસ દેશોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવતા આદેશો (Country-specific mandates) જમીની સ્તરે પરિસ્થિતિ સુધારવામાં નિષ્ફળ નીવડે છે.
યુનિવર્સલ પિરિયોડિક રિવ્યુ (UPR) પર ભાર
ભારતે પોતાના સંબોધનમાં ભારપૂર્વક કહ્યું કે, સભ્ય દેશો સાથે સહકાર વધારવા અને તમામ દેશોને સમાન ગણવા માટે 'યુનિવર્સલ પિરિયોડિક રિવ્યુ' (UPR) સૌથી યોગ્ય અને સચોટ મંચ છે. કાઉન્સિલના કાર્યોનું તાર્કીકરણ (Rationalisation) પારદર્શક અને સભ્ય દેશોના નેતૃત્વ હેઠળ હોવું જોઈએ, જેથી તે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસના અધિકારો પર અયોગ્ય બોજ ન બને.
આતંકવાદ માનવાધિકાર માટે સૌથી મોટો ખતરો
આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદના મુદ્દાને ફરી એકવાર ભારપૂર્વક રજૂ કરતા ભારતે જણાવ્યું હતું કે, આતંકવાદ માનવ અધિકારોના ભોગ બનવામાં, ખાસ કરીને 'જીવનના અધિકાર' સામે સૌથી ગંભીર ખતરો ઊભો કરે છે. ભારતે વૈશ્વિક સમુદાયને અપીલ કરી છે કે માનવાધિકાર પરિષદે 'શૂન્ય સહનશીલતા' (Zero Tolerance) ની નીતિ અપનાવીને આતંકવાદ સામેના જોખમ પર સતત અને પૂરતું ધ્યાન આપવું જોઈએ.
ભારતના આ કડક અને સ્પષ્ટ વલણથી આંતરરાષ્ટ્રીય સ્તરે યુએન માનવાધિકાર પરિષદમાં સુધારાઓ લાવવા અને તેના રાજકીયરણને અટકાવવાની જરૂરિયાત પર વધુ એકવાર ભાર મૂકાયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
