તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
યુદ્ધની અસરઃ HPCLને ૧૨,૨૬૫ કરોડ - BPCLને ૩,૯૬૨ કરોડનું નુકસાન
પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘું થશે? દેશની બે સરકારી ઓઈલ કંપનીને અબજોનું નુકસાન, ઈરાન યુદ્ધની અસર : મોંઘા ક્રૂડ છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખતા કંપનીઓને કરોડો રૂપિયાની ખોટ ગઈ છે

નવી દિલ્હી તા.૨૩: પヘમિ એશિયા અને ઈરાન સંકટના કારણે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ વધી ગયા છે. આ મોંઘવારીની સીધી અસર ભારતીય ઓઈલ કંપનીઓ પર પડી છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (એપ્રિલથી જૂન) દેશની બે મોટા ગજાની સરકારી તેલ કંપનીઓ HPCL અને BPCL ને હજારો કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિમત ૫૦% કરતા પણ વધુ વધી ગઈ હતી. મોંઘા ભાવે ક્રડૂ ઓઈલ ખરીદવા છતાં ઓઈલ કંપનીઓએ ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPG ના ભાવ લાંબા સમય સુધી વધાર્યા નહોતા. પડતર કિમત કરતા ઓછા ભાવે બળતણ વેચવાના કારણે કંપનીઓને ભારે નાણાકીય ફટકો પડ્યો છે.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL)ને એપ્રિલથી જૂનના ક્વાર્ટરમાં ૧૨,૨૬૫ કરોડ રૂપિયાનું ચોખ્ખો નુકસાન થયું છે. ગત વર્ષે આ જ સમયગાળામાં કંપનીને ૪,૧૧૧ કરોડ રૂપિયાનો નફો થયો હતો. આ વર્ષે કંપનીની કુલ આવક વધીને ૧.૪૫ લાખ કરોડ રૂપિયા થઈ છે, પણ મોંઘા ક્રૂડના કારણે બધો નફો ધોવાઈ ગયો છે.
ભારત પેટ્રોલિયમ (BPCL)ને પણ પ્રથમ ક્વાર્ટરમાં ૩,૯૬૨ કરોડ રૂપિયાની ખોટ ગઈ છે. છેલ્લા ૧૫ ત્રિમાસિક ગાળા પછી કંપનીએ પહેલીવાર નુકસાન નોંધાવ્યું છે. ગત વર્ષે આ ક્વાર્ટરમાં કંપનીએ ૬,૧૨૪ કરોડ રૂપિયાનો સારો નફો કમાયો હતો. આ વખતે કંપનીનું વેચાણ વધીને ૧.૫૯ લાખ કરોડ રૂપિયા પહોંચવા છતાં કંપની લાલ નિશાનમાં આવી ગઈ છે.
નુકસાનનું મુખ્ય કારણ એ છે કે કંપનીઓએ લગભગ ૨.૫ મહિના સુધી ભાવ સ્થિર રાખ્યા હતા. ત્યારબાદ મે મહિનાના બીજા અઠવાડિયામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ૭.૫૦ રૂપિયાથી વધુ અને રાંધણ ગેસમાં પણ વધારો કરાયો હતો. પરંતુ ત્યાં સુધીમાં કંપનીઓને અબજો રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું હતું.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
