<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષની અસર: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ 108 ડોલરને પાર પહોંચી ગયો

WTI ક્રૂડ ઓઇલનો ભાવ પણ વધીને પ્રતિ બેરલ 102.97 ડોલર થયો: પેટ્રોલ-ડીઝલથી લઈને પરિવહન અને ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની શક્યતા

 અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સંઘર્ષની સીધી અસર આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ બજાર પર જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ 108 ડોલરને પાર પહોંચી ગયો છે. ગત 25 મે બાદ પ્રથમ વખત બ્રેન્ટ ક્રૂડ આટલી ઊંચી સપાટીએ પહોંચ્યું છે. બીજી તરફ WTI ક્રૂડ ઓઇલનો ભાવ પણ વધીને પ્રતિ બેરલ 102.97 ડોલર થયો છે. અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના પુરવઠાને લઈને ચિંતા વધી છે, જેના પગલે ભાવમાં વધુ ઉછાળો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઇલ મોંઘું થતાં પેટ્રોલ-ડીઝલથી લઈને પરિવહન અને ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની શક્યતા છે, જેની સીધી અસર વિશ્વના અનેક દેશોની અર્થવ્યવસ્થા અને મોંઘવારી પર પડી શકે છે.

(11:39 AM IST)