<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

' હું ગર્ભવતી છું' : ધર્માંતરણ અને જાતીય સતામણીના ખુલાસા બાદ ફરાર HR મેનેજર નિદા ખાનનું લોકેશન મળ્યું :કોર્ટમાં આગોતરા જામીન માંગ્યા

ફરાર 'દબંગ મેમ' નિદા ખાનના પરિવાર મુજબ તે હાલ મુંબઈમાં છે અને ગર્ભવતી છે. ફરાર નિદા ખાને નાસિકની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જેમાં મેડિકલ સ્થિતિને મુખ્ય આધાર બનાવ્યો

મહારાષ્ટ્રના નાસિકમાં આવેલી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) માં બળજબરીથી ધર્માંતરણ અને જાતીય સતામણીના સનસનીખેજ ખુલાસા બાદ ફરાર થયેલા HR મેનેજર નિદા ખાનનું લોકેશન હવે સામે આવ્યું છે. તેના પરિવારે નાસિકની સ્થાનિક અદાલતમાં આગોતરા જામીન માટે એક અરજી કરી છે.

 

ફરાર 'દબંગ મેમ' નિદા ખાનના પરિવારના જણાવ્યા અનુસાર, તે હાલ મુંબઈમાં છે અને ગર્ભવતી છે. ફરાર નિદા ખાને નાસિકની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જેમાં મેડિકલ સ્થિતિને મુખ્ય આધાર બનાવ્યો છે, જેને કોર્ટ સમક્ષ મુખ્ય પરિબળ તરીકે રજૂ કરવામાં આવી શકે છે. 

જોકે, SIT દ્વારા તેને કસ્ટડીમાં લેવાના પ્રયાસો ચાલુ અને આ મેડિકલ દાવાઓની પુષ્ટિ કરશે. પોલીસ અને SIT હાલમાં TCS-નાસિક ઓફિસમાં જાતીય સતામણી અને બળજબરીથી ધર્માંતરણ સાથે જોડાયેલી કુલ 9 ફરિયાદોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

 

આ ગંભીર કેસમાં અત્યાર સુધીમાં 7 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 6 પુરુષ અને એક મહિલા HR હેડનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ દાનિશ શેખ, તોસીફ અત્તાર, રઝા મેમણ, શાહરૂખ કુરેશી, શફી શેખ, આસિફ આફતાબ અન્સારી અને HR હેડ અશ્વિની ચેનાની છે.

 

પોલીસના જણાવ્યા મુજબ, TCS-નાસિક ઓફિસમાં કામ કરતા કર્મચારીઓએ દાવો કર્યો છે કે ફેબ્રુઆરી 2022 થી માર્ચ 2026 વચ્ચે તેમના સિનિયર સહકર્મીઓએ તેમનું માનસિક અને જાતીય ઉત્પીડન કર્યું હતું. એક આરોપીએ લગ્નની ખોટી લાલચ આપીને એક કર્મચારી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ ઉપરાંત, આરોપીએ કર્મચારીને ખોટી રીતે સ્પર્શ કર્યો અને તેના ખાનગી તથા વૈવાહિક જીવન વિશે શરમજનક ટિપ્પણી કરી હતી

(12:10 PM IST)