News of Wednesday, 4th November 2026
એશિયાની ટોચની યુનિવર્સિટીઓમાં ભારતમાં આઈઆઈટી દિલ્હી ટોચ પર
ભારતની ૩૨૫ યુનિવર્સિટીઓ આ યાદીમાં સામેલ

નવી દિલ્હી,તા.૪: એશિયાની ટોચની યુનિવર્સિટીઓના રેન્કિંગ અનુસાર બેંગ્લુરુ સ્થિત 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ' (IISc) અને પાંચ 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્રોલોજી' (IIT) એશિયાની ટોચની ૧૦૦ યુનિવર્સિટીમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. જોકે, ગયા વર્ષની સરખામણીએ ભારતની આ તમામ શ્રેષ્ઠ સંસ્થાઓના રેન્કિંગમાં ઘટાડો નોંધાયો છે.
'ક્યુએસ રેન્કિંગ' અનુસાર બેંગ્લુરુ સ્થિત 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ' અને પાંચ 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્રોલોજી' (આઈઆઈટી) એશિયાની ટોચની ૧૦૦ યુનિવર્સિટીઓમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. જોકે, ગયા વર્ષની સરખામણીમાં આ તમામ સંસ્થાઓના રેન્કિંગમાં ઘટાડો જોવા મળ્યો છે.
ભારત એશિયામાં ઉચ્ચ શિક્ષણ પ્રણાલીઓમાં ભારત બીજા ક્રમે છે. જેમાં ભારતની ૩૨૫ યુનિવર્સિટીઓ આ યાદીમાં સામેલ છે, જેમાં ૩૪નવી સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. આ બાબતમાં ભારત માત્ર ચીન પછી બીજા સ્થાને છે.
લંડન સ્થિત 'ક્વાક્વેરેલી સાયમન્ડ્સ' (ક્યૂએસ)ના જણાવ્યા અનુસાર, 'આઈઆઈટી દિલ્હી' ભારતની સર્વોચ્ચ ક્રમાંકિત યુનિવર્સિટી છે. ગયા વર્ષની સરખામણીમાં રેન્કિંગમાં ઘટાડો થયો છતાં તે એશિયામાં ૬૬મા સ્થાને રહી છે. નોંધનીય છે કે, ભારતની ટોચની છ સંસ્થાઓમાંથી દરેકના રેન્કિંગમાં ઘટાડો થયો છે.
'આઈઆઈટી દિલ્હી' ગયા વર્ષે ૫૯મા ક્રમે હતી, જે હવે ઘટીને ૬૬મા સ્થાને આવી ગઈ છે. તેવી જ રીતે 'આઈઆઈએસસી બેંગલુરુ' જે ગયા વર્ષે ૬૪મા સ્થાને હતી, તે હવે ૭૯મા ક્રમે સરકી ગઈ છે.
આઈઆઈટી બોમ્બે' ૭૧થી ૮૩મા સ્થાને, 'આઈઆઈટી મદ્રાસ' ૭૦થી ૮૫મા સ્થાને, આઈઆઈટી ખડગપુર' ૭૭થી ૯૦મા સ્થાને અને 'આઈઆઈટી કાનપુર' ૭૭થી ૯૭મા સ્થાને આવી ગયું છે
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
