તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૪ સોમવાર
News of Thursday, 29th October 2026
IIP ગ્રોથ સપ્ટેમ્બરમાં ધીમો પડીને ૬.૭%: મેન્યુફેક્ચરિંગ ગ્રોથ ૭.૬%
વીજ ઉત્પાદન અને ગેસ સપ્લાય સેક્ટરમાં ૧૧.૨% વૃદ્ધિ નોંધાઈઃ માઈનિગ અને ક્વોરિંગ ઉત્પાદનમાં ૬.૨% નેગેટિવ ગ્રોથ

નવી દિલ્હી,તા.૨૯: દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનની વૃદ્ધિ દર્શાવતો ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP) સપ્ટેમ્બરમાં ધીમો પડીને ૬.૭ ટકા થયો હતો, જે ઓગસ્ટમાં ૮ ટકા હતો. ૧ એપ્રિલથી નવી સિરીઝ હેઠળ આ ઈન્ડેક્સ જાહેર થાય છે. સપ્ટેમ્બરના ડેટા બુધવારે જાહેર થયા હતા. મેન્યુફેક્ચરિગ સેક્ટરમાં સપ્ટેમ્બરમાં ૭.૬ ટકા ગ્રોથ નોંધાયો હતો, જે ઓગસ્ટમાં ૮.૬ ટકા હતો. વીજ ઉત્પાદન અને ગેસ સપ્લાય સેક્ટરમાં ૧૧.૨ ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. મેન્યુફેક્ચરિગ સેક્ટરમાં ૨૩ પૈકી ૧૭ ઈન્ડસ્ટ્રી ગ્રુપમાં પોઝિટીવ ગ્રોથ નોંધાયો હતો, જે દર્શાવે છે કે બ્રોડ-બેઝ્ડ ગ્રોથ હતો. ઈલેક્ટ્રિક ઈક્વિપમેન્ટનું ઉત્પાદન સૌથી વધુ ૩૩.૯ ટકા વધ્યું હતું. મોટર વ્હીકલ, ટ્રેલર, સેમી-ટ્રેલરમાં ૧૯ ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. રબર અને પ્લાસ્ટિક્સ પ્રોડક્ટ્સનું ઉત્પાદન ૧૯.૯ ટકા વધ્યું હતું.
માઈનિગ અને ક્વોરિગ ઉત્પાદનમાં ૬.૨ ટકા નેગેટિવ ગ્રોથ નોંધાયો હતો અને તેને કારણે જ કુલ ગ્રોથ પર અસર થઈ હતી. વોટર સપ્લાય, સુએજ અને વેસ્ટ મેનેજમેન્ટમાં ૫.૮ ટકા ગ્રોથ નોંધાયો હતો. ઈન્ટરમીડિયેટ ગુડ્ઝનું ઉત્પાદન ૧૨.૨ ટકા વધ્યું હતું, જે યુઝ-બેઝ્ડ કેટેગરીમાં સૌથી વધુ છે. કેપિટલ ગુડ્ઝનું ઉત્પાદન ૧૦.૪ ટકા વધ્યું હતું, જ્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન ગુડ્ઝનું ઉત્પાદન ૭.૨ ટકા વધ્યું હતું. પ્રાઈમરી ગુડ્ઝનું ઉત્પાદન ૪ ટકા વધ્યું હતું, જ્યારે કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સનું ઉત્પાદન ૬ ટકા વધ્યું હતું. કન્ઝ્યુમર નોન-ડ્યૂરેબલ્સનું ઉત્પાદન ૧.૪ ટકા વધ્યું હતું, જે દર્શાવે છે કે તેમાં નરમાઈ જોવા મળી છે. ઈકરાના ચીફ ઈકોનોમિસ્ટ અદિતી નાયરે કહ્યું હતું કે આઈઆઈપી ગ્રોથ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ૭.૩ ટકા રહ્યો છે, જે જૂન ક્વાર્ટરમાં ૬.૨ ટકા રહ્યો હતો. તમામ હાઈ ફ્રિક્વન્સી ઈન્ડિકેટર્સ મજબૂત ગ્રોથનો સંકેત કરે છે, તે જોતા સપ્ટેમ્બર ક્વાર્ટરનો જીડીપી ગ્રોથ ૭ ટકાથી વધુ રહેશે તેવો તેમનો અંદાજ છે. જૂન ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ ૭.૮ ટકા રહ્યો હતો.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
