તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
રોજ માત્ર ૩૦કિ.મી બાઈક-કાર ચલાવો તો વર્ષે રૂ.૧૬૦૦થી ૪૮૦૦નો બોજો
પેટ્રોલ - ડીઝલના વધેલા ભાવે સામાન્ય માણસના ખીસ્સા હળવા કર્યા : ૧૦ દિવસમાં ચાર વાર ભાવ વધારાયો, પેટ્રોલ રૂા.૭.૬૮ પૈસા અને ડીઝલ રૂા.૭.૮૩ પૈસા મોંઘું

નવી દિલ્હી,તા.૨૮: પેટ્રોલ-ડીઝલમાં પ્રતિ લિટરના બે રૂપિયા-ત્રણ રૂપિયાનો વધારો આમ તો કદાચ સામાન્ય લાગી શકે, પરંતુ કોઈ પણ ખર્ચ કર્યા વિના વાહન ચાલકના માળા પર આ ભાવ વધારાના કારણે આર્થિક બોજો વધી ગયો છે. બાઈક ચાલક પર વર્ષે રૂ.૧૯૦૦, પેટ્રોલ કાર ચાલક પર રૂ.૪૮૦૦ અને ડીઝલ કાર ચાલક પર રૂ.૪૩૨૦નો બોજો પડશે. તે સિવાય પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા શાકભાજી-કુળ સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મોંથી થવા બોજો તો ચક્કર લાગી દે તેવો છે.
મોપેડ અથવા બાઈકનું સરેરાશ એવરેજ કેટલાકમાં ૩૦ થી ૪૦ અને કેટલાકમાં ૪૦ થી ૯૦ કિ.મી. પ્રતિ લિટર હોય છે. જેનું સરેરાશ એવરેજ ૪૫ પ્રતિ લિટર પ્રમાણે જોઈએ તો એક નોકરિયાત વ્યક્તિ રોજ વરેથી નોકરી અને નોકરી પરથી પરે જાય તો પણ તેના પરંથી નોકરીના અંદાજિત ૧૫ કિ.મી. પ્રમાળે ગણીએ તો જવાના ૧૫ અને આવવાના ૧૫ કિ.મી મુજબ રોજના ૩૦ કિ.મી. વાવ, મહિનાની ચાર અઠવાડિક રજાને બાદ પણ કરીએ તો મહિનાના નોકરીના ૨૬ દિવસો પ્રમાણે અંદાજે ૭૮૦ કિ.મી. બાઈક ચાલે. બાઈકનુ સરેરાશ એવરેજ ૪૫ પતિ લિટર પ્રમાણે ગણીએ તો ૧૭.૩૩ લિટર પેટ્રોલ વપરાય. ૧૦ દિવસ પહેલાં પેટ્રોલનો પ્રતિ લિટરનો ભાવ ૯૪.૧૫ પ્રતિ લિટર હતો. એ સમયે મહિનાનો ખર્ચ રૂ.૧૯૩૧ જેટલો આવતો હતો. પરંતુ હવે તે જ પેટ્રોલનો ભાવ રૂ.૧૦૧.૮૩ થઈ ગયો છે. એટલે કે હવે તે ખર્ચ રૂ.૧૯૩૧થી વધીને રૂ. ૧૭૬૪ થઈ ગયો છે. પેટ્રોલમાં ૧૦ દિવસમાં જે ચોથીવાર ભાવ વધારો થયો. તેમાં પ્રતિ લિટરે રૂ. ૭.૬૮ પૈસા ભાવ વધી ગયા છે. જેનાથી એક આમ આદમીના ખીસ્સા પર પતિ મહિને રૂ. ૧૩૩નો આર્થિક બોજો આવ્યો છે. મોપેડ કે બાઈકનું એવરેજ આનાથી ઓછું કે વધારે હોય તો આ બોજો તે મુજબ વધ-ઘટ થઈ શકે છે. આ તો વાત રહી બાઈકની પરંતુ જો પેટ્રોલ કાર હોય તો કારનું એવરેજ પ્રતિ લિટર સરેરાશ ૧૨ થી ૧૭ કિ.મી.નું હોય છે. સરેરાશ ૧૫નું એવરેજ જોઈએ તો બાઈકની જેમ રોજ ૩૦ કિ.મી. પેટ્રોલ કાર ચલાવવામાં આવે તો ૧૦ દિવસ પહેલાં મહિનાનું અંદાજે પર લિટર પેટ્રોલ વપરાય અને તેનો ૧૦ દિવસ પહેલાંનો ખર્ચ ટ્ટખર્ચ રૂ. ૪૮૯૫ આવતો હતો. પરંતુ હવે ભાવ વધારા પછી ૫,૨૯૫ આવે છે. એટલે કે પેટ્રોલ કાર ચાલકના ખિસ્સા પર મહિને રૂ.૪૦૦નો આર્થિક બોજો પડયો છે.
આવી જ રીતે ડીઝલની વાત કરીએ તો. ડીઝલ કારનું એવરેજ ૧૪ થી ૨૦નું હોય છે. સરેરાશ ૧૭નું એવરેજ ગણીએ અને રોજ ૩૦ કિ.મી. પ્રમાણે મહિનાની ૭૮૦ કિ.મી. ચાલે તો મહિને ૪૯ લિટર ડીઝલ વપરાનું ૧૦ દિવસ પહેલાં
ડીઝલના પ્રતિ લિટરનો ભાવ રૂ.૮૯.૪૯ હતો. જેથી મહિને ખર્ચ રૂ.૪૧૧૯ થતો, પરંતુ ભાવ વધીને રૂ.૯૭.૩૨ થતાં આ ખર્ચ વધીને રૂ. ૪૪૭૯ થઈ ગયો છે. એટલે કે મહિને રૂ.૩૨૦નો વધારો થયો છે.
આ તો વાત રહી દર મહિને પરંતુ આ ભાવ કેટલા મહિનાઓ સુધી રહેશે તેમજ હજુ ભાવ વધશે કે નહીં તેની પર આર્થિક ભારણ નક્કી થશે. પરંતુ આ જ સ્થિતિએ જોઈએ તો બાઈક ચાલક પર વર્ષે રૂ. ૧૫૯૬, પેટ્રોલ કાર ચાલક પર વર્ષે રૂ.૪૮૦૦ અને ડીઝલ કાર ચાલક પર વર્ષે રૂ.૪૩૨૦નો વધારો આવશે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
