તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Friday, 24th April 2026
વિદેશ જતાં પહેલાં ‘વેરા પાત્ર આવક નથી'નું પ્રમાણપત્ર નહિ લો તો એરપોર્ટ પરથી પાછા કાઢશે
નવું ફોર્મ ૧૫૭ ભરીને આવકવેરા અધિકારીઓ પાસેથી : ટેક્સેબલ ઇન્કમ ન ધરાવતા કરદાતાઓએ પાનકાર્ડને આવકવેરા અધિકારી પાસે મેળવેલો એકનોલેજમેન્ટ લેટર સાથે રાખવો જરૂરી

નવી દિલ્હી તા.૨૪: વાર્ષિક રૂા. ૪ લાખથી ઓછી એટલે કે વૈરાપાત્ર આવક ન ધરાવતા કરદાતાઓએ વિદેશ પ્રવાસ કરતાં પહેલા આવકવેરા અધિકારી પાસેથી નોન ટેક્સેબલ ઇન્કમ હોવાની જાણ કરતો એકનોલેજમેન્ટ લેટર મેળવવો હરજિયાત છે. ૨૦૨૬ની સાલથી પહેલી એપ્રિલથી અમલમાં મૂકવામાં આવેલા આવકવેશના નવા કાયદા હેઠળ આવકવેરા અધિકારી પાસેથી નોન ટેક્સેબલ ઈન્કમ જ હોવાનો લેટર ન લીધો હોય અને વિદેશ પ્રવાસે જવા નીકળેલા પ્રવાસીને એરપોર્ટનો ઈમિગ્રેશન અપિકારી વિદેશ જવાની મંજૂરી ન આપે અને એરપોર્ટ પરથી જ પાછા મોકલી શકે છે. પહેલી એપ્રિલ ૨૦૨થી આ નવો નિયમ અમલમાં આવી ગયો છે. કરદાતા આવકવેરાના જે વોર્ડમાં આવતા હોય તો વોર્ડની અધિકારીઓને સિનિયર સિટીઝનની કેટેગરીમાં ખાવી ગયેલા અને સંતાનોએ વિદેશ બોલાવ્યા હોય તેવા સંખ્યાબંદ -માતાપિતાઓ ધરાવતા હોવાથી તેમને એરપોર્ટ પરથી પરત ફરવાની નોબત આવી શકે છે. ૨૦૨૫ના નવા આવકવેશ ધારાની કલમ ૪૨૦ (૪) હેઠળ નોન ટેકસેબલ ઇન્કમ હોવાનું પ્રમાણપત્રની અરજી કરી હોવાનું ફોર્મ ૧૫૭ ભરીને આવકવેરા ખાતા પાસેથી તે ફોર્મ ભર્યું હોવાની એકોલેજમેન્ટ રિસિપ્ટ લેવી ફરજિયાત છે. તેને વિદેશ જઈ રહેલા કરદાતાના એક ડિકલેરેશન તરીકે જોવામં આવશે. નાણાંકીય વર્ષમાં વેરાને પાત્ર આવક ન ધરાવતા એટલે કે વાર્ષિક રૂા. ૪ લાખથી ઓછી આવક ધરાવતા સિનિયર આપણું જોજો સિટીઝનને પરદેશમાં વસી ગયેલા તેમના છોકરાઓ બોલાવે ત્યારે તેઓ આ હકીકતથી વાકેફ હોતા નથી. તેથી આવકવેરા અધિકારી પાસેથી ફોર્મ ૧૫૭રજૂ કર્યાનું અને ટેક્સેબલ ઈન્કમ ન હોવાનું પ્રસ્થાપિત કરતી અરજીની આવકવેરા ખાતાના અધિકારીઓની સહીસિક્કા સાથેની નકલ રાખવી ફરજિયાત છે. આ નકલ રાખી ન હોય તો તેમને વિદેશ જતાં અટકાવી શકાય છે. એરપોર્ટ પરના અધિકારીઓ તેમની પાસેથી વેરાને પાત્ર આવક ન જણાવતું કોર્મ ૧૫૭ની પહોંચ માગશે.
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
