News of Saturday, 18th July 2026
તું મારી નહીં તો કોઈની નહીં: એક તરફી પ્રેમમાં પાગલ યુવકે બસ સ્ટેન્ડમાં યુવતીને ધારિયા મારી પતાવી દીધી
ઘટના બાદ ફરાર થયેલા આરોપીની ધરપકડ કરીઃ તે પીડિતાનો દૂરનો સંબંધી છે અને એક તરફી પ્રેમના કારણે તેનો પીછો કરી રહ્યો હતો

કન્નડ તા.૧૮: ગુરુવાર સાંજે કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના બાસી રોડ પર આવેલા કેએસઆરટીસી ન્યૂ બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઈ રહેલી એક યુવતીની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવી. પોલીસને શંકા છે કે આ હુમલો એક તરફી પ્રેમ સાથે જોડાયેલો છે અને ઘટના બાદ ફરાર થયેલા આરોપીની ધરપકડ કરી લીધી છે. મૃતક યુવતીની ઓળખ ઉલિગ્રામની રહેવાસી લાવણ્યા (૨૧) વર્ષ તરીકે થઈ છે. તે કલ્લાડકાના એક ખાનગી નર્સિગ હોમમાં કામ કરતી હતી. જ્યારે આરોપી બેલ્થંગડીના ઓડિલનાલાનો રહેવાસી ચેતન છે.
આ યુવતી બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઈ રહી હતી, ત્યારે કથિત રીતે તેના પર સૌની સામે ધારદાર હથિયારથી ધડાધડ હુમલો કર્યો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, હુમલાખોરે ભાગતા પહેલા આ યુવતી પર હથિયારથી અનેક વખત હુમલો કર્યો. આ ઘટનાથી વ્યસ્ત બસ સ્ટેન્ડ પર યાત્રીઓમાં ફફડાટ ફેલાઈ ગયો.
પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસે આરોપીની ઓળખ ચેતન (૨૨) તરીકે થઈ છે. કહેવાય છે કે તે પીડિતાનો દૂરનો સંબંધી છે અને એક તરફી પ્રેમના કારણે તેનો પીછો કરી રહ્યો હતો.
પ્રાથમિક જાણકારી અનુસાર, લાવણ્યા કાક્યાપડાવુ જવા માટે કેએસઆરટીસીની બસમાં બેસી ગઈ હતી. એક આઈ૧૦ કારમાં રાહ જોઈ રહેલા ચેતને પણ તેનો પીછો કરતા બસમાં બેસી ગયો. બસની અંદર, તેણે કથિત રીતે એક સંબંધીને ફોન કર્યો અને કહ્યું કે, એક યુવક તેની બાજુમાં બેઠો છે, આ પછી કોલ કટ કરી દીધો. બાદમાં જ્યારે તેણે બેગમાંથી ધારદાર હથિયાર કાઢ્યું તો તે બસમાંથી નીચે ઉતરી ગઈ અને પોતાનો જીવ બચાવવા માટે ભાગવા લાગી.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, બસમાંથી ઉતરતા ચેતને તેનો પીછો કર્યો. પોતાની બેગમાંથી ધારદાર હથિયાર કાઢ્યું અને તેને પર એક પછી એક ઘા કરવા લાગ્યો. લાવણ્યાએ પોતાનો જીવ બચાવવા માટે ભાગવાની પૂરી કોશિશ કરી, પણ હુમલાખોરે તેને પકડી લીધી અને જીવલેણ ઘા કરવા લાગ્યો. યુવતીને ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું, આ ઘટના બાદ આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
એક રાહદારી દ્વારા આ મહિલા પર હુમલાનો ભયાનક વીડિયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે અને પોલીસ તપાસમાં મહત્ત્વનો પુરાવો સાબિત થવાની આશા છે. આ ક્રૂર સાર્વજાનિક હત્યા એ જ તાલુકાના માનચીમાં થયેલી ચોંકાવનારી ઘટનાના બે દિવસ બાદ થઈ છે. જ્યાં બસની રાહ જોઈ રહેલી એક સગીર છોકરીને એક યુવકે ચાકૂ મારીને ગંભીર રીતે ઘાયલ કરી હતી. જેનાથી બંટવાલના રહેવાસી સાર્વજાનિક સુરક્ષાને લઈ ભારે ચિંતામાં મુકાયા છે
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
