<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

PUC નહીં હોય તો પેટ્રોલ-ડીઝલ નહીં મળેઃ દિલ્‍હીમાં નવો નિયમ આવશે

મોટી સંખ્‍યામાં એવા વાહનો રોડ પર ચાલે છે, જેમની પાસે માન્‍ય પીયૂસી નથીઃ સરકાર

નવી દિલ્‍હી તા.૨૩: દેશની રાજધાની દિલ્‍હીમાં વધતા પ્રદૂષણને કંટ્રોલ કરવા માટે દિલ્‍હી સરકારે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં આ નિર્ણય લાગુ થઈ શકે છે. જે અંતર્ગત હવે પોલ્‍યૂશન અંડર કંટ્રોલ એટલે કે ભ્‍શ્‍ઘ્‍ વિના કોઈ વાહનને પેટ્રોલ, ડીઝલ અને સીએનજી અથવા એલપીજી આપવામાં આવશે નહીં.

સરકારનું માનવું છે કે મોટી સંખ્‍યામાં એવા વાહનો રોડ પર ચાલે છે, જેમની પાસે માન્‍ય પીયૂસી નથી. જેનાથી પ્રદૂષણ સતત વધી રહ્યું છે. આ નવા નિયમ લાગુ થયા બાદ આવા વાહનોને પેટ્રોલ પંપ પરથી ઈંધણ મળવાનું બંધ થઈ જશે, જેનાથી વાહન પ્રદૂષણ પર સીધી અસર પડશે. દિલ્‍હીના મુખ્‍યમંત્રી રેખા ગુપ્તાએ લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાના વાહનનું પીયૂસી સમયસર બનાવી લે અને તેને હંમેશા સાથે રાખે. જેથી કોઈ તકલીફનો સામનો ન કરવો પડે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, આ પ્રસ્‍તાવની ફાઈલ દિલ્‍હીના નવા ઉપરાજ્‍યપાલની ઓફિસમાં મોકલી દીધી છે. તેમની મંજૂરી મળતા જ તેને લાગુ કરવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવશે. આ નિર્ણય લાગુ કરવા માટે તમામ પેટ્રોલ પંપ, ગેસ એજન્‍સીઓ અને સંબંધિત વિભાગોને પહેલાથી નિર્દેશ આપી દેવામાં આવ્‍યા છે.

દિલ્‍હી ટ્રાફિક પોલીસ, પરિવહન વિભાગ અને નગર નિગમ તેની કડકાઈથી દેખરેખ રાખશે. નિયમ તોડવા પર દંડ અને વાહન જપ્ત કરવા જેવી કાર્યવાહી પણ થઈ શકે છે.

પોતાના વાહનનું PUC તરત ચેક કરો

એક્‍સપાયર થવા પર તરત રિન્‍યૂ કરાવો

વાહન ચલાવતી વખતે PUC સાથે રાખો

(10:29 AM IST)