તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
જો આજે લોકસભાની ચૂંટણી થાય તો યુપીમાં પલટાઈ શકે છે ખેલ
પંજાબમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડાઃ સર્વેમાં થયો મોટો ખુલાસોઃ જો આજે ચૂંટણી યોજાય તો NDA ફરીથી સત્તામાં આવી શકે છેઃ NDAને ૩૨૬ બેઠકો મળતી જોવા મળી રહી છે : ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા બ્લોકને ૪૧ બેઠકો મળી શકે છે. જ્યારે NDAને ૩૮ બેઠકો

નવી દિલ્હી તા.૨૮: ઇન્ડિયા ટુડે ગ્રુપ અને સી-વોટરના મૂડ ઓફ ધ નેશનમાં ઉત્તર પ્રદેશને લઈને ચોંકાવનારા પરિણામો આવ્યા છે. મૂડ ઓફ ધ નેશન (MOTN)ના સર્વેમાં લોકોને એવું પણ પૂછવામાં આવ્યું કે, જો આજે લોકસભા ચૂંટણી યોજાય તો તેઓ કોને મત આપશે
પ્બ્વ્ફના આંકડા જણાવે છે કે, જો આજે લોકસભા ચૂંટણી યોજાય તો ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા બ્લોકને ૪૦ ટકા મત મળતા જોવા મળી રહ્યા છે, જ્યારે NDAને ૪૨ ટકા મત મળી શકે છે. યુપીમાં ૨૦૧૭થી ભાજપના નેતૃત્વમાં યોગી આદિત્યનાથની સરકાર છે.
પરંતુ જો બેઠકોની વાત કરીએ તો આંકડા પલટાઈ જાય છે. MOTN સર્વે અનુસાર, ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા બ્લોકને ૪૧ બેઠકો મળી શકે છે. જ્યારે NDAને ૩૮ બેઠકો મળી શકે છે. ઉત્તર પ્રદેશમાં લોકસભાની ૮૦ બેઠકો છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ૩૩ બેઠકો, સમાજવાદી પાર્ટીને ૩૭ બેઠકો, કોંગ્રેસને ૬ બેઠકો અને અપના દલને ૨ બેઠકો મળી હતી.
ગઠબંધનના હિસાબે ઇન્ડિયા ગઠબંધન (SP + Congress)ને ૪૩ બેઠકો અને NDA (BJP + RLD + Apna Dal)ને ૩૬ બેઠકો મળી હતી.
બીજી તરફ પંજાબના સર્વેની વાત કરીએ તો અહીં જો આજે લોકસભા ચૂંટણી યોજાય તો MOTN સર્વે મુજબ ઇન્ડિયા ગઠબંધનને ૨૫ ટકા મત મળી શકે છે, જ્યારે NDAને ૧૬ ટકા મત મળતા જોવા મળી રહ્યા છે. જો બેઠકોની વાત કરીએ તો સર્વે મુજબ અહીં ઇન્ડિયા બ્લોકને ૧૧ બેઠકો મળી શકે છે અને NDAને માત્ર ૧ બેઠક મળતી જોવા મળી રહી છે.
MOTNના આ સર્વેમાં લોકોને એ પણ પૂછવામાં આવ્યું હતું કે, જો આજે દેશમાં લોકસભા ચૂંટણી યોજાય તો તેઓ કોને મત આપશે. તેના પરિણામો રસપ્રદ છે. જો આજે ચૂંટણી યોજાય તો NDA ફરીથી સત્તામાં આવી શકે છે, NDAને ૩૨૬ બેઠકો મળતી જોવા મળી રહી છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને ૧૮૫ બેઠકો મળતી જોવા મળી રહી છે.
દેશના તમામ રાજ્યો અને લોકસભા ક્ષેત્રોમાં ૧ જુલાઈ ૨૦૨૬થી ૨૫ ઓગસ્ટ ૨૦૨૬ વચ્ચે અલગ-અલગ વય જૂથ, જાતિ, ધર્મ અને લિગના ૨૫,૧૮૪ પુખ્ત વયના લોકો પાસેથી તેમનો અભિપ્રાય પૂછવામાં આવ્યો હતો.
આ ઉપરાંત છેલ્લા ૨૪ સપ્તાહમાં ૯૧,૭૯૫ લોકો પાસેથી લેવાયેલા અભિપ્રાયનું વિશ્લેષણ પણ સર્વેમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ પ્રકારે કુલ મળીને ૧,૧૬,૬૪૪ લોકોના અભિપ્રાયના આધારે જનતાનો મૂડ સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સર્વેના આંકડાઓમાં મોટા પાયે ૩ ટકા અને સૂક્ષ્મ સ્તરે ૫ ટકા સુધીનું માર્જિન ઓફ એરર હોઈ શકે છે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
