તા. ૨૬ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૬ શુક્રવાર
News of Saturday, 1st August 2026
૩૧મી જુલાઇ વ્યક્તિગત ઇન્કમટેક્ષ રીટર્ન ભરવાની છેલ્લી તારીખ પુરી થઇ તો હવે દંડ ભરવો ?

કોઇપણ વ્યક્તિગત આવક ધરાવનારા કરદાતાઓ જેઓ નોકરી કરતા હોય અથવા પોતાની વ્યાજ ભાડાની આવકવાળુ ઇન્કમટેક્ષ રીટર્ન ભરવા માટે વિગતો તૈયાર ન કરી શકયા હોય અથવા ઇન્કમટેક્ષ સમયસર ભરી ન શકયા હોય અથવા તેમનાં એકાઉન્ટન્ટ કે વકીલ પણ આવકવેરા રીટર્ન ૩૧મી જુલાઇ પહેલા ભરી શકયા હોય તો આવકવેરા કાયદા મુજબ રૂા. ૧,૦૦૦/- ટેક્ષને પાત્ર ન હોય તેવા કરદાતા માટે જયારે રૂા. પ૦૦૦/- ટેક્ષેબલ આવક ધરાવતી વ્યકિત માટે દંડ પેનલ્ટી ભરી રીટર્ન ભરવું ફરજીયાત છે.
આ પેનલ્ટી દંડમાંથી બચવા ઉપાય શું ? ?
સામાન્ય રીતે કોઇપણ સરકારી કર્મચારીઓ ઇન્કમટેક્ષ રીટર્ન હવે ભરે અને તેમના પગારમાંજી ટીડીએસ કપાયેલ છે. તેઓ અનિવાર્ય કારણ દર્શાવી પેનલ્ટીમાંથી બચી શકે પણ ચાન્સીસ ઓછા છે. જયારે વ્યક્તિગત આવકવેરાનું રીટર્ન જેઓને ટેક્ષેબલ આવક થતી નથી. તેઓએ પણ ફરજીયાત પેનલ્ટી ભરી રીટર્ન ભરવાની સલાહ મળતી હોય છે. જુની આવકવેરાની પ્રથા મુજબ બધા કલમ પ૦ નીચે બાદ કરતાં, જયારે નવી આવકવેરા પ્રથા મુજબ રૂા. ૧ર લાખ સુધી પણ આવક ધરાવતી વ્યક્તિઓએ રૂા. ૧૦૦૦/- થી રૂા. પ૦૦૦/- નો દંડ ભરવાનો થાય છે.
પરંતુ આવકવેરા કાયદા મુજબ જો તમારે કોઇપણ નાની-મોટી ધંધાકીય આવક હોય તો તેઓની છેલ્લી તા. ૩૧મી જુલાઇને બદલે ૩૧મી ઓગષ્ટ સુધીની મુદ્દત મળે છે. માટે રીટર્ન ભરી ન શકનાર વ્યકિતઓ રૂા. રપ૦/- થી માંડી રૂા. પ૦૦૦/- સુધી બીઝનેસ આવક દર્શાવે તો તેઓ પેનલ્ટી/દંડમાંથી બચી શકે છે. કદાચ થોડી ઘણી આવક નજીવી આવક વધવાથી પણ પેનલ્ટી દંડ રૂા. ૧૦૦૦/- થી રૂા. પ૦૦૦/- ભરવી ન પડે. આવા રીટર્નમાં બીઝનેસ આવકમાં કોઇપણ દલાલી વગેરે આવક જયારેસ્ત્રી કરદાતામાં ભરતગુંથણ, એમ્બ્રોડરી અથવા ટયુશન આવક જેને ધંધાકીય - એટલે કે બીઝનેસ આવક ઇન્કમ રીટર્નપાત્ર દર્શાવે તો તેઓ આવકવેરાનાં રૂા. ૧૦૦૦/- કે રૂા. પ૦૦૦/- ના દંડમાંથી બચી શકશે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
