<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

વિદેશમાં ૨૦ લાખનું રોકાણ કર્યાનું રિટર્નમાં દર્શાવ્‍યું તો અલગ ડિક્‍લેરેશન જરૂરી નથી

વિદેશમાં રોકાણ કરનારાઓ માટે સીબીડીટીએ સ્‍પષ્ટતા કરતા રાહત

નવી દિલ્‍હીઃ તા.૨૫: વિદેશમાં ૨૦ લાખ સુધીની રકમ બેંક ખાતામાં જમા કરાવી હોય પરંતુ તે માટેની વિગતો કરદાતાએ ઇન્‍કમટેક્‍સ વિભાગમાં આપી હોય તેવા કિસ્‍સામાં અલગથી ડિક્‍લેરેશન કરવાની જરૂરિયાત & નહીં હોવાની સ્‍પષ્ટતા સીબીડીટી દ્વારા કરવામાં આવી છે, કારણ કે પહેલા આ માટે અલગથી ડિક્‍લેરેશન કરદાતાએ & કરવું પડતું હતું. સીબીડીટીએ આ પ્રકારની સ્‍પષ્ટતા કરતા વિદેશમાં રોકાણ કરનારાઓએ ડિક્‍લેરેશનની ઝંઝટમાંથી છુટકારો થયો છે.

સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્‍ટ ટેક્‍સિસ દ્વારા ફોરેન એસેટ્‍સ ઓફ સ્‍મોલ ટેક્‍સપેયર્સ ડિસ્‍ક્‍લોઝર સ્‍કીમ ૨૦૨૬ અંગે જારી કરાયેલી માર્ગદર્શિકામાં કરદાતાઓને મોટી રાહત આપવામાં આવી છે. કોઈ કરદાતાના વિદેશી બેંક ખાતામાં સંબંધિત નાણાકીય વર્ષ દરમિયાન કોઈપણ સમયે કુલ બેલેન્‍સ ૨૦ લાખ સુધીનું હોય અને તે રકમ ટેક્‍સમાંથી જમા થઈ હોય તો તેમને અલગથી ડિક્‍લેરેશન ફાઈલ કરવાની જરૂર નથી. કરદાતાઓમાં એવી સ્‍પષ્ટતા જરૂરી છે કે ૨૦ લાખની આ મુક્‍તિ માત્ર બેંક ખાતા પૂરતી મર્યાદિત છે કે અન્‍ય રોકાણો પર પણ લાગુ પડે છે. નિયમો મુજબ આ મુક્‍તિ વિદેશી ESOPs, શેર અને મ્‍યુચ્‍યુઅલ ફંડ સહિતની તમામ સ્‍થાવર સિવાયની નાણાકીય એસેટ્‍સ પર લાગુ થાય છે. બ્‍લેક મની એક્‍ટની કલમ ૪૨ અને ૪૩ તેમજ ફાઈનાન્‍સ એક્‍ટ ૨૦૨૬ દ્વારા સુધારેલી કલમ ૪૯ અને ૫૦ મુજબ, વિદેશી સ્‍થાવર મિલકત સિવાયની તમામ વિદેશી એસેટ્‍સ જેવી કે બેંક ખાતા, વિદેશી કંપનીના શેર, ESOPs/RSUs અને મ્‍યુચ્‍યુઅલ ફંડનો સમાવેશ થાય છે. તેમની કુલ સંયુક્‍ત કિંમત ૨૦ લાખથી વધુ ન હોય તો ૧૦ લાખનો દંડ કે ફોજદારી કાર્યવાહી લાગુ પડતી નથી. આ રાહત ત્‍યારે જ મળશે જ્‍યારે આ તમામ એસેટ્‍સની કુલ કિંમત ૨૦ લાખની અંદર હોય અને તેની ખરીદી કાયદેસરના તથા ટેક્‍સ ચૂકવેલાસ્ત્રોતમાંથી થઈ હોય. બેંક ખાતું, શેર અને ESOPs બધું મળીને કિંમત ૨૦ લાખને વટાવી જાય અથવા રોકાણ બિનહિસાબી આવકમાંથી થયું હોય તો ડિક્‍લેરેશન કરવું અનિવાર્ય બને છે. વિદેશમાં આવેલી જમીન, મકાન કે ફ્‌લેટ જેવી સ્‍થાવર મિલકતને ૨૦ લાખની મર્યાદાનો કોઈ લાભ મળતો નથી. તેની કિંમત ગમે તેટલી ઓછી હોય તો પણ તેનું રિર્પોટિંગ ફરજિયાત છે

(12:38 PM IST)