તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
જો ઈરાન તરફથી અપાયેલ માહિતી ખોટી નીકળશે તો સંભવિત કરાર રદ કરી દેવામાં આવશે :ટ્રમ્પની ધમકી
ટ્રમ્પે જણાવ્યું કે ઈરાને અમેરિકા સમક્ષ ખાતરી આપી છે કે હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા જહાજો પર કોઈ પ્રકારનો ટોલ, વીમા શુલ્ક અથવા વધારાનો ચાર્જ વસૂલવામાં નહીં આવે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ઈરાનને કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાને અમેરિકા સમક્ષ ખાતરી આપી છે કે હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા જહાજો પર કોઈ પ્રકારનો ટોલ, વીમા શુલ્ક અથવા વધારાનો ચાર્જ વસૂલવામાં નહીં આવે. જોકે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો ઈરાન તરફથી આપવામાં આવેલી માહિતી ખોટી સાબિત થશે તો બંને દેશો વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટો અને સંભવિત કરાર તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવશે.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને જણાવ્યું કે ઈરાને અમેરિકા સમક્ષ ખાતરી આપી છે કે હોર્મુઝ જળમાર્ગમાં કોઈ નવા ટેક્સ અથવા ફી લાગુ કરવામાં નહીં આવે. તાજેતરમાં ઈરાન અને ઓમાન વચ્ચે થયેલી ચર્ચાઓ બાદ જહાજો પર વધારાના ચાર્જ લાદવામાં આવી શકે તેવી અટકળો ચાલી રહી હતી. ટ્રમ્પના નિવેદન બાદ આ અટકળો પર વિરામ લાગ્યો છે. તેમણે કહ્યું કે વૈશ્વિક વેપાર અને તેલ પરિવહન માટે મહત્વપૂર્ણ ગણાતા આ જળમાર્ગમાં અવરોધ કે વધારાના ચાર્જ સ્વીકાર્ય નહીં હોય.
ટ્રમ્પે એવા અહેવાલોને પણ ફગાવી દીધા કે અમેરિકા વાતચીતના ભાગરૂપે ઈરાનને મોટી રકમ ટ્રાન્સફર કરી રહ્યું છે. તેમના જણાવ્યા અનુસાર અમેરિકાએ ઈરાનને કોઈ સીધી નાણાકીય સહાય આપી નથી અને ન તો તેની ફ્રીઝ કરાયેલી સંપત્તિ સંપૂર્ણપણે મુક્ત કરી છે. ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે અમેરિકા દ્વારા કરવામાં આવતા દરેક પગલાં પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે અને કોઈપણ નાણાકીય રાહત ચોક્કસ શરતો સાથે જ આપવામાં આવશે.
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
