તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
જો ભવિષ્યમાં ચૂંટણીઓ બેલેટ પેપરથી કરવામાં આવે તો ભાજપ કે એનડીએ નહીં, પરંતુ આરજેડી જ જીતશે.
બિહારમાં નવી સરકાર બન્યા બાદ આ પહેલી ચૂંટણી હતી જે બેલેટ પેપર દ્વારા યોજાઈ: આરા-બક્સર MLC પેટાચૂંટણીમાં RJDની જીત પર તેજસ્વી યાદવનું મોટું નિવેદન

આરા-બક્સર વિધાન પરિષદ (MLC) બેઠકની પેટાચૂંટણીમાં આરજેડી (RJD) ઉમેદવારની જીત બાદ બિહાર વિધાનસભાના વિપક્ષી નેતા અને આરજેડીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તેજસ્વી યાદવે કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. નવા ચૂંટાયેલા સભ્યોના શપથ ગ્રહણ બાદ તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે, બિહારમાં નવી સરકાર બન્યા બાદ આ પહેલી ચૂંટણી હતી જે બેલેટ પેપર દ્વારા યોજાઈ હતી અને તેમાં અમારો વિજય થયો છે. તેમણે દાવો કર્યો હતો કે જો ભવિષ્યમાં પણ ચૂંટણીઓ બેલેટ પેપરથી કરવામાં આવે તો ભાજપ કે એનડીએ નહીં, પરંતુ આરજેડી જ જીતશે. આ જીત સાથે વિધાન પરિષદમાં આરજેડીનું સંખ્યાબળ વધતાં પક્ષ વધુ મજબૂત બન્યો છે.
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
