તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
બેંક ખાતામાં પડેલા નકામા નાણાં હવે કમાઈ આપશે મોટું વ્યાજ: જાણો શું છે ‘ઓટો-સ્વીપ’ સુવિધા અને કેવી રીતે સેવિંગ્સ એકાઉન્ટને બનાવશે એફડી!
ઈમરજન્સીમાં રોકડની જરૂરિયાત પણ પૂરી થશે અને વધારાના બેલેન્સ પર મળશે ફિક્સ્ડ ડિપોઝિટ જેટલું ઊંચું રિટર્ન: જાણો આ સ્માર્ટ બેંકિંગ સુવિધાના ફાયદા

અમદાવાદ : મોટાભાગના લોકો પોતાના સેવિંગ્સ અથવા સેલેરી એકાઉન્ટમાં જરૂરિયાત કરતાં વધુ બેલેન્સ રાખતા હોય છે. પગાર, બોનસ, મકાનનું ભાડું કે બિઝનેસમાંથી મળતી રકમ બેંક ખાતામાં પડી રહે છે અને તેના પર સેવિંગ્સ એકાઉન્ટનું સાવ મામૂલી વ્યાજ મળે છે. સામાન્ય રીતે લોકો આ વધારાના નાણાંની એફડી (FD) બનાવવામાં આળસ કરે છે. પરંતુ બેંકિંગ સેવાની ‘ઓટો-સ્વીપ’ (Auto-Sweep) સુવિધા તમારા ખાતામાં નિષ્ક્રિય પડેલા નાણાંમાંથી સરળતાથી એફડી જેટલું ઊંચું વ્યાજ મેળવવાનો સ્માર્ટ રસ્તો પૂરો પાડે છે.
ઓટો-સ્વીપ ફેસિલિટી તમારા બચત ખાતાને ફિક્સ્ડ ડિપોઝિટ સાથે સીધું લિંક કરે છે. આ સુવિધાઈ હેઠળ ખાતાધારકે એક ચોક્કસ મર્યાદા (Threshold Balance - જેમ કે ₹50,000) નક્કી કરવાની હોય છે. જ્યારે પણ બેંક ખાતામાં બેલેન્સ આ મર્યાદા કરતાં વધે છે (દા.ત. ₹1.20 લાખ થાય), ત્યારે વધારાની રકમ (₹70,000) આપોઆપ એફડીમાં કન્વર્ટ થઈ જાય છે અને તેના પર ફિક્સ્ડ ડિપોઝિટનો ઊંચો વ્યાજદર મળવા લાગે છે.
આ સુવિધાનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ લિક્વિડિટી (નાણાં ઉપાડવાની સરળતા) છે. જો તમારા ખાતામાંથી કોઈ મોટો ખર્ચ કે ચેક ક્લિયર કરવાનો હોય અને બેંક ખાતામાં પૂરતું બેલેન્સ ન હોય, તો સ્વીપ-ઈન મિકેનિઝમ દ્વારા લિંક્ડ એફડીમાંથી જરૂરી રકમ આપોઆપ પાછી સેવિંગ્સ એકાઉન્ટમાં આવી જાય છે. આ સુવિધાનો લાભ લેતા પહેલાં યોગ્ય થ્રેશોલ્ડ લિમિટ નક્કી કરવી અને બેંકના વ્યાજદર તથા શરતો ચકાસી લેવી હિતાવહ છે.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
