હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 31st October 2026
આઈડીબીઆઈ બેન્કના ખાનગીકરણ વિવાદે રાજકીય ગરમાવો : નિર્મલા સીતારમણના કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો: કોંગ્રેસ શાસનમાં બેન્કોનો અંગત સંસ્થાઓની જેમ ઉપયોગ કરવામાં આવતો હોવાનો નાણામંત્રીનો આરોપ

નવી દિલ્હી, તા. ૩૧ : આઈડીબીઆઈ બેન્કના વિનિવેશને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કોંગ્રેસ અને અગાઉની યુપીએ સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ટિપ્પણીનો જવાબ આપતાં નાણામંત્રીએ જણાવ્યું કે કોંગ્રેસના શાસનમાં બેન્કો અને નાણાકીય સંસ્થાઓ ઉપર રાજકીય દબાણ લાવવામાં આવતું હતું. યોગ્ય ધિરાણ નિયમોને અવગણીને લોન આપવા માટે બેન્ક અધિકારીઓને દબાણ કરાતું હોવાનો તેમણે આરોપ મૂક્યો હતો.
સીતારમણે વર્ષ ૧૯૭૬માં સ્ટેટ બેન્કના તત્કાલીન ચેરમેન આર. કે. તલવારને હટાવવાના બનાવનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સમગ્ર મામલે સરકાર અને કોંગ્રેસ વચ્ચે બેન્કોના સંચાલન તથા ખાનગીકરણ અંગે રાજકીય ઘમસાણ સર્જાયું છે. આ આક્ષેપો નાણામંત્રીના છે.
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
