તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
જેન-ઝી સમિટમાં આઈએએસ તુકારામ મુંઢેનો ધડાકો: "હું અને મારો પરિવાર ક્યારેય બહાર રેસ્ટોરાંમાં જમવા જતા નથી!"
મહારાષ્ટ્ર FDA કમિશનરે રેસ્ટોરાંના ભોજનની ગુણવત્તા પર ઉઠાવ્યા સવાલો: "અમારી તપાસ ફેન્સી સેમ્પલ પર નહીં, રો મટીરિયલના પાયા પર થાય છે"

મુંબઈ | તા.૦૩: મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના કમિશનર અને વરિષ્ઠ IAS અધિકારી તુકારામ મુંઢેએ રેસ્ટોરાંમાં પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષાને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 'ગ્લોબલ જેન ઝી સમિટ' માં પોતાના બેબાક અને નિડર અંદાજમાં વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓ અને તેમનો પરિવાર બહાર રેસ્ટોરાંમાં જમવાનું સંપૂર્ણપણે ટાળે છે, કારણ કે ખાદ્ય પદાર્થોમાં થતી ગેરરીતિઓ વિશે તેમની પાસે પાયાની તમામ માહિતી છે.
સમિટ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમની કડક કાર્યવાહી અને રેડના કારણે પરિવારમાં શું ચર્ચાઓ થાય છે અને શું કોઈ મનપસંદ રેસ્ટોરાં પર કાર્યવાહી બાદ ત્યાં જવાનું બંધ કરવું પડ્યું છે? આ સવાલનો રોકડિયો જવાબ આપતાં મુંઢેએ કહ્યું કે, "આજકાલ તો અમે બહાર જવાનું જ બંધ કરી દીધું છે. સામાન્ય લોકો કરતાં અમારી પાસે ખાદ્ય સામગ્રીની અસલી ગુણવત્તાની વધુ જાણકારી હોય છે." તેમના આ નિવેદનથી જાહેર જગ્યાઓ પર મળતા ખોરાકની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
રેડ કરવાની પદ્ધતિઓ અને મીડિયા કવરેજ અંગે પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે પોતાની કામગીરીની ખાસ શૈલી વિશે વાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની ટીમ સૌથી પહેલાં તૈયાર ભોજનના સેમ્પલ લેવાને બદલે ખોરાક બનાવવા માટે વપરાતા 'કાચા માલ' (રો મટીરિયલ) ની પાયામાંથી તપાસ કરે છે. જો કાચો માલ જ ગુણવત્તાહીન કે ભેળસેળવાળો હોય તો તૈયાર ભોજન ક્યારેય સુરક્ષિત હોઈ શકે નહીં.
મુંઢેએ ભારપૂર્વક જણાવ્યું કે તેમની પ્રાથમિકતા માત્ર બતાવવા ખાતર ફૂડ સેમ્પલ લેવાની નથી, પરંતુ ખાદ્ય પદાર્થો બનાવવાની સમગ્ર પ્રક્રિયા અને કચરા સમાન સામગ્રીનો ઉપયોગ અટકાવવાની છે. તુકારામ મુંઢેના આ કડક વલણ અને ખુલાસા બાદ હોટેલ અને રેસ્ટોરાં ઉદ્યોગમાં મોટો સળવળાટ જોવા મળી રહ્યો છે.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
