તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
‘હું માત્ર મંત્રી પદથી સંતુષ્ટ નહીં થાઉં’: ભાજપ ધારાસભ્ય મૈથિલી ઠાકુરે પોતે અત્યંત મહત્વાકાંક્ષી હોવાનો સ્વીકાર કરી રાજકારણમાં ધમાકો કર્યો!
ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રોલિંગથી લઈને સ્વરા ભાસ્કરના નિવેદન પર બિહારના યુવા લોકગાયિકા અને નેતાએ દિલ ખોલીને કરી વાત

પટના : બિહારની જાણીતી યુવા લોકગાયિકા અને ભાજપના નવયુવાન ધારાસભ્ય મૈથિલી ઠાકુર પોતાના એક નિવેદનને કારણે ફરી એકવાર રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. એક ખાસ ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના રાજકીય ભવિષ્ય વિશે વાત કરતી વખતે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભવિષ્યમાં મંત્રી બનવા માંગે છે, ત્યારે તેમણે ચોંકાવનારો દાવો કર્યો હતો. મૈથિલીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ ખૂબ જ મહત્વાકાંક્ષી છે
બિહારના સુપ્રસિદ્ધ યુવા લોક ગાયિકા અને ભાજપના નવયુવાન ધારાસભ્ય મૈથિલી ઠાકુર એકવાર ફરીથી સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાના કેન્દ્રસ્થાને રહ્યા છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના રાજકીય ભવિષ્ય વિશે વાત કરતા તેમણે એવું નિવેદન આપ્યું છે જેણે રાજકીય વર્તુળોમાં ગરમાવો લાવી દીધો છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે બિહારની જનતા તેમને પાર્ટીના ભવિષ્યના યુવા ચહેરા તરીકે જોઈ રહી છે, ત્યારે મૈથિલીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "હું ખૂબ જ મહત્વાકાંક્ષી છું, તેથી હું માત્ર મંત્રી પદ મેળવીને સંતોષ નહીં માની લઉં."
પોતાની વાત આગળ વધારતા તેમણે ઉમેર્યું હતું કે, શરૂઆતમાં તેમને ક્યારેય ધારાસભ્ય બનવાની કે રાજકારણમાં આવવાની કોઈ ઈચ્છા નહોતી. પરંતુ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વના આદેશ અને વિનંતી પર તેમણે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. હવે પાર્ટી તેમને જે પણ નવી જવાબદારી કે કાર્ય સોંપશે, તે તેને નિષ્ઠાપૂર્વક પૂરું કરવાનો પ્રયાસ કરશે.
ચૂંટણી પ્રચાર દરમિયાન સોશિયલ મીડિયા પર થયેલા ટ્રોલિંગ અંગે મૈથિલીએ જણાવ્યું કે, આજકાલ ચૂંટણી લડવી એ સરળ કામ નથી અને સોશિયલ મીડિયાએ તેને વધુ પડકારજનક બનાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે, બિહારના પ્રખ્યાત મખાના વિશેના એક વાયરલ વિડિયો બાદ તેમના પર બિહાર અને મિથિલાના ભોજનનું અપમાન કરવાનો આરોપ મૂકીને ભારે ટ્રોલ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર દ્વારા રાણી પદ્માવતીના જૌહર અંગે આપવામાં આવેલા વિવાદિત નિવેદન પર પણ મૈથિલીએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ભારત એક એવો દેશ છે જ્યાં તમામ ધર્મો, સંસ્કૃતિઓ અને માન્યતાઓનું સન્માન કરવામાં આવે છે. તેથી કોઈપણ જાહેર મંચ પરથી નિવેદન આપતી વખતે સંવેદનશીલતા અને સમજણ દાખવવી ખૂબ જ જરૂરી છે, જેથી કોઈની આસ્થા કે સન્માનને ઠેસ ન પહોંચે.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
