તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st October 2026
છેલ્લા શ્વાસ સુધી દેશવાસીઓની સેવા કરતો રહીશ : વડાપ્રધાન મોદીની ભાવુક જાહેરાત

ભીલડી, તા. ૩૧ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બનાસકાંઠાના ભીલડીમાં વિશાળ જનસભાને સંબોધતાં જણાવ્યું હતું કે તેઓ પોતાના જીવનના છેલ્લા શ્વાસ સુધી દેશવાસીઓની સેવા કરતા રહેશે. ગુજરાતની જનતાએ સામાન્ય પરિવારમાંથી આવેલા વ્યક્તિને પ્રથમ ગુજરાત અને પછી સમગ્ર દેશની સેવા કરવાની તક આપી હોવાનું તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાને ₹૧૪ હજાર કરોડથી વધુનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ભીલડી ખાતે ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર પશુઓની ઓલાદ સુધારણા અને આધુનિક પ્રજનન તકનીકો માટે મહત્વપૂર્ણ બનશે. વડાપ્રધાને ખેડૂતોના કલ્યાણ અને દેશના વિકાસ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
