તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
જેલમાં મને સાડા ચાર મહિનામાં ૨૭-૩૦ વખત નેકેડ કરવામાં આવી હતી
એક્ટ્રેસ અને ઇન્ફલુએન્સર સંદીપાએ જેલમાં વિતાવેલા પોતાના સમયને યાદ કર્યોઃ રડવા લાગી

નવી દિલ્હી,તા.૧૪: એક્ટ્રેસ અને ઇન્ફલુએન્સર સંદીપા વિર્કની લાઈફ ઉથલપાથલભર્યું બન્યું જ્યારે તેને તિહાર જેલમાં મોકલવામાં આવી હતી. તેને ૬ કરોડ રૂપિયાના મની લોન્ડરિગ કેસમાં ફસાવવામાં આવી હતી જેના પરિણામે લગભગ ચાર મહિના જેલમાં રહેવું પડ્યું હતું. એવામાં સંદીપાએ પોડકાસ્ટમાં જેલમાં વિતાવેલા પોતાના સમયને યાદ કર્યો હતો. જેમાં સંદીપાએ સમજાવ્યું કે ચેકિગના નામે તેને ઘણી વખત નગ્ન કરવામાં આવી હતી. ચેકિગના નામે તેને વારંવાર તેના કપડાં ઉતારવા માટે મજબૂર કરવામાં આવી હતી. જેમાં તેને માનસિક આઘાત પણ લાગ્યો હતો.
સંદીપા વિર્કે ઇન્ટરવ્યુ દરમિયાન તેની અગ્નિપરીક્ષા વર્ણવતી વખતે રડી પડી હતી. એક પોડકાસ્ટમાં સંદીપાએ ખુલાસો કર્યો કે તેનેજેલમાં ૨૫-૩૦ વખત નગ્ન થઈ હતી. જેલમાં ચેકિગ દરમિયાન તેઓએ તેને સંપૂર્ણપણે નગ્ન થવા કહ્યું હતું. જેલમાં ત્રાસથી તેને મરવા માંગતી હતી. ય જ્યારે તે જેલમાં સૂતી ત્યારે તેના ચહેરા પર કીડા ફરતા હતા.
તે જેલ વિષે કહે છે, તમે જેલ છોડ્યા બાદ, તમે કોર્ટમાં જશો. પછી તેઓ તમારા કપડાં ઉતારશે. જ્યારે તમે તમારી આગામી કોર્ટ તારીખ સાથે પાછા ફરો છો ત્યારે તેઓ તમારા કપડાં ઉતારશે. એવું પણ નથી કે તમે માત્ર એક જ વ્યક્તિની સામે કપડા કાઢવાના હોય છે જેની ડ્યુટી હોય તેની સામે કપડા કાઢવાના હોય છે.
તમે બે વાર કપડાં ઉતાર્યા છો. પછી, જેલમાં પાછા ફર્યા બાદ તમને ફરીથી કપડાં ઉતારવામાં આવશે. તમારે દિવસમાં ત્રણ વખત નેકેડ થવું પડે છે. મારૂ છોડો, જે ગુનેગાર હોય તે મહિલાઓને નીચે ફલેશલાઇટથી જોવામાં આવે છે. જો મને મહિનામાં છ વખત કપડાં ઉતારવામાં આવ્યા તો મને સાડા ચાર મહિનામાં ૨૭-૩૦ નેકેડ કરવામાં આવી હતી. તે ભયાનક હતું. મને માનસિક આઘાત લાગ્યો હતો.
સંદીપાએ જણાવ્યું કે, તે જેલમાં રડી રહી હતી. તેને કહ્યું કે તે એટલી દુઃખી હતી કે તેને આત્મહત્યા કરવાનું વિચાર્યું હતી. જેલમાં તેને જે અગ્નિપરીક્ષા સહન કરી હતી તેની તેના મન પર ઊંડી અસર પડી છે. તે આ સમય ક્યારેય ભૂલી શકશે નહીં. આજે પણ તે દવા લઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, સંદીપાએ મોડેલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. પછી તેને પંજાબી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. કાસ્ટિંગ કાઉચનો સામનો કરવાને કારણે તેને ફિલ્મોનું શૂટિગ અધવચ્ચે જ છોડી દીધું હતું
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
