તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
"મને ગાળો આપનારાઓને હું માફ કરવા માંગુ છું, ભટકેલાઓને સાચો માર્ગ બતાવવો એ સમાજની ફરજ" - વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિદ્યાર્થીઓ જોગ નવો ઈન્સ્ટાગ્રામ વીડિયો સંદેશ : જુઓ વિડિઓ
ગાળોથી ક્યારેય સમસ્યાનું સમાધાન થતું નથી : જેલમાં મોકલીને કે રસ્તા પર શરમાવીને સુધારો ન લાવી શકાય : દેશના વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે તમામ વિદ્યાર્થીઓને એક થઈને આગળ વધવા વડાપ્રધાને અપીલ કરી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ પટેલે શુક્રવારે ઈન્સ્ટાગ્રામ પર એક નવો વીડિયો પોસ્ટ કરીને જંતર મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોતાના અને પોતાના સ્વર્ગસ્થ માતા વિશે અભદ્ર ભાષા અને ગાળોનો પ્રયોગ કરનારા વિદ્યાર્થીઓ પ્રત્યે મોટું મન દર્શાવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ તમામ બાળકોને માફ કરવા માંગે છે અને ભટકેલા યુવાનોને સાચો માર્ગ બતાવવો એ સમગ્ર સમાજની નૈતિક ફરજ છે.
ગત ૨૦ જુલાઈના રોજ જંતર મંતર ખાતે કૉકરોચ જનતા પાર્ટીના નેતૃત્વમાં યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા અશોભનીય વર્તન અને ગાળાગાળી પર પ્રતિક્રિયા આપતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, ગાળો આપવાથી ક્યારેય કોઈ ઉકેલ આવતો નથી. દેશ સતત આગળ વધી રહ્યો છે અને આગળ વધતો રહેશે. હું તમારા બધાના ઉજ્જવળ ભવિષ્ય માટે જીવું છું અને કામ કરું છું. આપણે બધાએ રાષ્ટ્રના વિકાસ માટે એક થઈને સાથે મળીને કામ કરવું જોઈએ.
નાની વયે થતી ભૂલો અને સામાજિક મૂલ્યો અંગે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, વિરોધ દરમિયાન મારા માટે અને મારી સ્વર્ગસ્થ માતા માટે જે શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો તે કોઈ પણ સભ્ય સમાજને શોભે તેવા નહોતા. તે દ્રશ્ય ખૂબ જ આઘાતજનક હતું, પરંતુ બાળપણમાં ઘણીવાર ભૂલો થઈ જતી હોય છે અને તે ભૂલોને સુધારવાની તક પણ મળવી જોઈએ. સમાજ માટે આ એક સાંસ્કૃતિક આઘાત (કલ્ચરલ શોક) હતો કે આપણી દીકરીઓ આવી ભાષાનો ઉપયોગ કેવી રીતે કરી શકે, પરંતુ આ સમય આ બાળકોને ધિક્કારવાને બદલે તેમને ગળે લગાવવાનો અને સાચો રસ્તો બતાવવાનો છે. તેઓ ભટકેલા બાળકો છે અને તેમને સાચા માર્ગે લાવવા એ આપણું કામ છે.
આવા વિદ્યાર્થીઓ સામે કોઈ કાનૂની કાર્યવાહી કે કોર્ટ-કચેરીના આંટાફેરા કરાવવાનો ઈનકાર કરતા વડાપ્રધાને સંવેદનશીલ ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, આપણે આ બાળકોને શિક્ષા કરીને, કોર્ટના ચક્કર કાપતા કરીને કે સમાજમાં અપમાનિત કરીને સુધારી શકીએ નહીં. કેટલીકવાર દાંત વડે જીભ કચડાઈ જાય ત્યારે મોંમાંથી લોહી નીકળે છે, પરંતુ આપણે દાંત તોડી નાખતા નથી કારણ કે દાંત અને જીભ બંને આપણા જ છે. તેવી જ રીતે આ બાળકો પણ આપણા જ છે. ભટકેલાઓને સાચો રસ્તો બતાવવો મુશ્કેલ છે, પણ આપણે એ કામ કરવું જ પડશે. તેમણે તમામ બાળકોને ભૂલોમાંથી શીખીને, નવા સપનાઓ સાથે રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં જોડાવા માટે આહ્વાન કર્યું હતું.
(12:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
