તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
'મેં મારાં બેસ્ટફ્રેન્ડ ગુમાવ્યાં' : દાદી આશા ભોસલેના નિધન પછી પૌત્રી ઝનાઈ ભોસલેની ભાવુક શ્રદ્ધાંજલિ
12 એપ્રિલ 2026ના રોજ 92 વર્ષની વયે દિગ્ગજ ગાયિકાનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન : ઝનાઈએ લખ્યું: 'I realise I have lost my partner in crime, my best friend'

મુંબઈ તા.૧૪ : સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 12 એપ્રિલ 2026ના રોજ 92 વર્ષની વયે નિધન થતાં તેમના પરિવાર અને ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બ્રીચ કેન્ડી હોસ્પિટલ, મુંબઈ ખાતે કાર્ડિયાક અરેસ્ટ બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અહેવાલો મુજબ, 11 એપ્રિલના રોજ હૃદય અને શ્વાસની તકલીફ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ICUમાં સારવાર દરમિયાન 12 એપ્રિલે સવારે તેમની તબિયત વધુ બગડી અને મલ્ટી-ઓર્ગન ફેલ્યોર થયું હતું.
આજે, 13 એપ્રિલ 2026ના રોજ સાંજે 4:00 વાગ્યે મુંબઈના શિવાજી પાર્ક ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
દાદીના નિધન બાદ પૌત્રી અને ગાયિકા ઝનાઈ ભોસલેએ સોશિયલ મીડિયા પર પહેલી પોસ્ટ શેર કરી ભાવુક શ્રદ્ધાંજલિ આપી છે. ઝનાઈએ લખ્યું કે, 'I realise I have lost my partner in crime, my best friend' — એટલે કે 'મેં મારાં બેસ્ટફ્રેન્ડ ગુમાવ્યાં'.
ઉલ્લેખનીય છે કે માર્ચ 2026માં એક ઈન્ટરવ્યુ દરમિયાન ઝનાઈએ દાદી સાથેના ઊંડા સંબંધ વિશે વાત કરતા ભાવુક થઈને કહ્યું હતું: "I love my grandmom. Mera unke saath itna deep connection hai ki main unko bas dekhti rehti hu aur kabhi kabhi ro leti hu. Life is short and not everybody is with us at all points. I don’t wanna share her with everyone. I don’t wanna give her to anyone. She is mine. And it is very personal for me". આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આશા ભોસલેનો જન્મ 8 સપ્ટેમ્બર 1933ના રોજ સાંગલી જિલ્લામાં થયો હતો. તેમણે 1944માં મરાઠી ફિલ્મ માટે પહેલું ગીત ગાયું હતું અને ત્યારબાદ હજારો ગીતો ભારતીય ભાષાઓમાં ગાયા છે. તેમને બે વખત નેશનલ એવોર્ડ, આઠ વખત ફિલ્મફેર એવોર્ડ, દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
