<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

હનુમાન ચાલીસાના પઠનથી મને હિંમત મળી

વડાપ્રધાન મોદી સાથે વિડિયોકોલ ઉપર વાતચીત કરી ભાવુક બન્‍યા કેપ્‍ટન મચ્‍છરઃ મુસાફરોના જીવ બચાવવા બદલ હિમત અને સુજબૂજના કર્યા વખાણઃ ગુજરાતીમાં કર્યો સંવાદ : કેપ્‍ટન સ્‍મિતે પીએમ મોદીને ગણાવ્‍યા તેમના આદર્શઃ વડાપ્રધાને કેપ્‍ટનના સાહસને બિરદાવતા તેમને હીરો અને રાષ્‍ટ્રીય નાયક ગણાવ્‍યા

નવી દિલ્‍હી, તા.૨: આકાશમાં ૩૪,૦૦૦ ફૂટની ઊંચાઈએ ઉડી રહેલા ફ્‌લાય-દુબઈના બોઇંગ ૭૩૭ વિમાનમાં એક એવું રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના બની હતી જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો. કોકપીટની અંદર સહ-પાયલોટ સાથે થયેલી અચાનક અને ગંભીર ઝપાઝપીમાં કેપ્‍ટન સ્‍મિત માછર ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ પરિસ્‍થિતિ એટલી હદે વણસી ગઈ કે વિમાન અંદાજે ૨૩,૦૦૦ ફૂટ પ્રતિ મિનિટની ખતરનાક ઝડપે નીચે તરફ ધસીને લગભગ ૧૫,૬૦૦ ફૂટની ઊંચાઈ પર આવી ગયું, જેના કારણે હવામાં જ મોતનો ખતરો તોળાઈ રહ્યો હતો. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ફ્‌લાય-દુબઈ દુર્ઘટના દરમિયાન પોતાની હાજરી અને હિંમતથી મોટી દુર્ઘટના ટાળી દેનારા કેપ્‍ટન સ્‍મિત માછર સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી. વાતચીત દરમિયાન, કેપ્‍ટને અકસ્‍માતના મુશ્‍કેલ સમયનો પોતાનો અનુભવ શેર કર્યો. તેમણે કહ્યું કે તેઓ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, જે તેમને મુશ્‍કેલ પરિસ્‍થિતિઓમાં હિંમત આપે છે. કેપ્‍ટન માછરે કહ્યું કે વિમાનમાં કટોકટી દરમિયાન પણ તેમનો વિશ્વાસ અકબંધ રહ્યો. તેમને લાગ્‍યું કે હનુમાનજીએ તેમનું રક્ષણ કર્યું અને પરિસ્‍થિતિનો સામનો કરવાની શક્‍તિ આપી. પીએમ મોદીએ તેમની હિંમતની પ્રશંસા કરી.વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ફ્‌લાય-દુબઈ વિમાનના ભારતીય પાયલોટ કેપ્‍ટન સ્‍મિત માછર સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી. વાતચીત દરમિયાન, કેપ્‍ટન માછરે પ્રધાનમંત્રી સાથે અકસ્‍માતના મુશ્‍કેલ સમયનો પોતાનો અનુભવ શેર કર્યો. વાતચીત દરમિયાન, તેમણે કહ્યું કે હનુમાન ચાલીસાએ તેમને તે કટોકટીના સમયે હિંમત આપી. કેપ્‍ટન માછરે કહ્યું કે તેઓ નિયમિતપણે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, જે તેમને આત્‍મવિશ્વાસ આપે છે. તેમણે એમ પણ કહ્યું કે તેમને એવું લાગ્‍યું કે ભગવાન હનુમાન તેમનું અને વિમાનમાં સવાર લોકોનું રક્ષણ કરે છે. અકસ્‍માતને યાદ કરીને કેપ્‍ટન માછર ભાવુક થઈ ગયા.આ ભયાનક કટોકટી વચ્‍ચે પણ અત્‍યંત ગંભીર ઈજાઓ પામેલા કેપ્‍ટન માછરે અસાધારણ માનસિક મક્કમતા અને સાહસ દાખવીને કોકપીટનો દરવાજો ખોલવામાં મોટી સફળતા મેળવી હતી. ત્‍યારબાદ તાત્‍કાલિક ક્રૂ સભ્‍યો અને સાહસી મુસાફરોએ સમયસૂચકતા વાપરીને દરમિયાનગીરી કરી હતી, જેના પરિણામે અનર્થ અટકયો અને વિમાનનું સુરક્ષિત ઉતરાણ શકય બન્‍યું હતું. આ અકલ્‍પનીય સંકટ અને મોતની છાયામાંથી હેમખેમ બહાર આવેલા કેપ્‍ટન સ્‍મિત માછરે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી સાથેની વીડિયો કોલ ચર્ચા દરમિયાન પોતાની આંતરિક તાકાતનું રહસ્‍ય ખોલતા અત્‍યંત ભાવુક અંદાજમાં સ્‍વીકાર્યું હતું કે, હનુમાનજીએ મને બચાવ્‍યો.

 કેપ્‍ટન માછરે વડાપ્રધાન સમક્ષ જણાવ્‍યું કે તેઓ નિયમિતપણે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, અને વિમાનમાં જ્‍યારે મોત સામેનો જંગ ચાલી રહ્યો હતો ત્‍યારે પણ તેમનો અટૂટ વિશ્વાસ અકબંધ રહ્યો હતો. તેમને દ્રઢપણે અનુભવ થયો કે ભગવાન હનુમાન તેમનું તેમજ વિમાનમાં સવાર તમામ મુસાફરોનું રક્ષણ કરી રહ્યા છે, અને હનુમાન ચાલીસાથી મળેલી આ આધ્‍યાત્‍મિક શક્‍તિએ જ તેમને સૌથી વિકટ પરિસ્‍થિતિમાં પણ હિંમત ન હારવા દીધા.

ઘટનાની ગંભીરતા અને કેપ્‍ટનની વીરતાને ધ્‍યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ અગાઉ પાયલોટના પરિવારજનો સાથે ફોન પર વાત કરી તમામ શકય સરકારી સહાયની ખાતરી આપી હતી, અને શુક્રવારે જાતે કેપ્‍ટન મચ્‍છર સાથે વીડિયો કોલ કરી તેમના સાહસને બિરદાવ્‍યું હતું. પીએમ મોદીએ આ ભારતીય પાયલોટને રાષ્‍ટ્રીય નાયક ગણાવ્‍યા હતા. હાલ ગંભીર ઇજાઓ પામેલા કેપ્‍ટન સ્‍મિત મચ્‍છર આ ઘટના બાદ સારવાર હેઠળ છે, પરંતુ તેમની અદ્ભુત સૂઝબૂઝ અને અડગ શ્રદ્ધાની આ ગાથાએ સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે.

(3:16 PM IST)