<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

માતાની વિદાયથી જીવનમાં આવી પડેલા ખાલી પણાનું દુઃખ સમજી શકું છું : નરેન્‍દ્રભાઈ મોદી

સ્‍વ. મધુબેન શુક્‍લના અવસાનથી શુક્‍લ પરિવારને મોટી ખોટ પડી છે, સાંત્‍વના પાઠવતા નરેન્‍દ્રભાઈ મોદી

રાજકોટ :રાજ્‍યસભાના પૂર્વ સાંસદ, જનસંઘ અને ભાજપના પીઢ અગ્રણી સ્‍વ.ચીમનભાઈ શુક્‍લના ધર્મ પત્‍ની મધુબેનનું અવસાન થતાં શુક્‍લ પરિવારના કૌશિકભાઇ શુક્‍લ, કશ્‍યપભાઇ શુક્‍લ, નેહલભાઈ શુક્‍લ, તથા કાશ્‍મીરાબેન નથવાણી સહિતનાને રાજકીય તેમજ સામાજીક ક્ષેત્ર માંથી સાંત્‍વના પાઠવવામાં આવી રહી છે ત્‍યારે દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ શોક સંદેશાના માધ્‍યમથી શુક્‍લ પરિવારને સાંત્‍વના પાઠવતા અને સ્‍વ. મધુબેન ને શ્રધાંજલી પાઠવતા જણાવ્‍યું હતું કે, માતાની વિદાયથી જીવનમાં આવી પડેલા ખાલી પણાનું દુઃખ સમજી શકું છું માતાના અસ્‍ખલિત પ્રેમની ગહનતા માત્ર અનુભવી શકાય છે તેઓ હવે સદેહે નથી પણ તેમના દ્વારા મળેલ સંસ્‍કારનું ભાથું પરિવાર માટે કાયમ માર્ગદર્શન કરતું રહેશે, પ્રભુ સદગત ના આત્‍માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના...

(3:41 PM IST)