<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

હું ભારતીય નાગરિક જ છું, મારી અટકાયત નહીં અપહરણ કરાયું.... ધ્રુવ રાઠીનો મોટો દાવો

નવી દિલ્હી : કોંક્રચ  જનતા પાર્ટી સીજેપી ના દેખાવો પૂર્વે જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠીની અટકાયત કરવામાં આવી હતી, અને મુક્ત થયા બાદ તેમણે વીડિયો દ્વારા ખુલાસો કર્યો છે કે તેઓ ભારતીય નાગરિક છે તથા તેમની વિરુદ્ધ ફેલાવવામાં આવતી જર્મન નાગરિક હોવાની અફવાઓ તદ્દન ખોટી છે. તેમણે ગંભીર દાવો કર્યો છે કે તેમની અટકાયત નહીં પરંતુ અપહરણ કરવામાં આવ્યું હતું અને ૫૦થી વધુ લોકોએ ઘરમાં ઘૂસીને તેમને ૨૨-૨૩ કલાક સુધી હેરાનગતિ કરી હતી.

 

મુક્ત થયા પછી ધ્રુવ રાઠીએ પોતાનો પાસપોર્ટ રજૂ કરીને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ભારતીય નાગરિક છે.

તેમણે જણાવ્યું હતું કે તેમના ઘરની બહાર ૫૦થી વધુ લોકો સાદા કપડામાં હાજર હતા અને ૨૦-૨૫ લોકો ઘરમાં ઘૂસી આવ્યા હતા.

 

તેમને ઊંઘમાંથી ઉઠાડીને બેડરૂમમાંથી બળજબરીપૂર્વક લઈ જવામાં આવ્યા હતા અને ચંપલ પહેરવાની તક પણ આપવામાં આવી નહોતી.

તેમની સાથે કોઈ વર્દીધારી પોલીસ કર્મચારી ન હોવાથી તેમણે આ ઘટનાને કિડનેપ ગણાવી હતી.

જીપમાં બેસાડીને તેમને એકથી બીજા પોલીસ સ્ટેશને ફેરવવામાં આવ્યા, તેમનો મોબાઇલ ફોન છીનવી લેવામાં આવ્યો અને વકીલને પણ મળવા દેવામાં આવ્યા નહોતા.

આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તેમને આશરે ૨૨-૨૩ કલાક સુધી હેરાન કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

(12:10 PM IST)