<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

દૂધ પીને સૂઈ જતો પતિ, પછી પત્‍ની રુમમાં બોયફ્રેન્‍ડને બોલાવી લેતી

પતિનો દાવો છે કે પત્‍ની ચા, દૂધ અને ખાવામાં ઊંઘની ગોળીઓ મિલાવી દેતી : પતિએ પત્‍નીને પ્રેમી સાથે વાંધાજનક સ્‍થિતિમાં જોઈ લીધી પછી...

ઝાંસી તા.૨૭: ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્‍લામાં લગ્નના થોડા દિવસ બાદ પતિએ પત્‍ની પર ગંભીર આરોપ લગાવ્‍યા છે. પતિનો દાવો છે કે પત્‍ની ચા, દૂધ અને ખાવામાં ઊંઘની ગોળીઓ મિલાવી દેતી હતી. વળી ઘરમાં એક યુવકે આવ્‍યા બાદ પત્‍ની અને કથિત પ્રેમીને વાંધાજનક સ્‍થિતિમાં જોવાનો પણ આરોપ લગાવ્‍યો છે. પતિ અને તેના પરિવારે, તેના પ્રેમી પાસે યુવતીએ માંગમાં સિંદૂર ભરાવ્‍યું હોવાનો દાવો કર્યો છે. પીડિત પતિ એસએસપી કાર્યાલય પહોંચ્‍યા અને ખુદ સહિત પોતાના માતા-પિતાની સુરક્ષા સાથે મામલામાં નિષ્‍પક્ષ તપાસની માગ કરી છે.

ખાવામાં અને ચામાં દવા ભેળવતી હોવાનો આરોપઃ આ મામલો ઝાંસીના ચિરગાંવ વિસ્‍તારના એક ગામડાનો છે. અહીં રહેવા યુવકે પોતાના માતા-પિતા સાથે એસએસપી કાર્યાલયે પહોંચ્‍યા અને પત્‍ની પર ગંભીર આરોપ લગાવી ન્‍યાયની માગ કરી છે. પતિના જણાવ્‍યા મુજબ તેમના લગ્ન ૨૪ જૂનના રોજ મધ્‍ય પ્રદેશના ભાંડેરની રહેવાસી યુવતી સાથે હિન્‍દુ રીતિ-રિવાજ અનુસાર થયા હતા. આરોપ છે કે લગ્નના બે-ત્રણ અઠવાડિયા બાદ પત્‍ની તેમને ચા, દૂધ અને ભોજનમાં કંઈક મિલાવતી હોવાનો આરોપ છે. ત્‍યાર બાદ તેમની તબિયત ખરાબ લાગી. તેથી તેમને ભોજનમાં કંઈક મિલાવ્‍યું હોવાની શંકા થવા લાગી.

પતિએ પત્‍નીને પ્રેમી સાથે વાંધાજનક સ્‍થિતિમાં જોઈ લીધીઃ પતિનો દાવો છે કે, ૧૯ તારીખના રોજ ફળિયાના લોકો પાસેથી તેમના ઘરે કોઈ યુવક આવ્‍યો હોવાની જાણ થઈ હતી. પૂછપરછ કરતા પત્‍નીએ યુવક નહીં આવ્‍યો હોવાની વાત કહી. ત્‍યાર બાદ ૨૩ તારીખના રોજ કથિત રીતે યુવક ફરી વાર ઘરે આવ્‍યો. આરોપ છે કે, સૂચના મળ્‍યા બાદ જ્‍યારે પતિ ઘરે પહોંચ્‍યા અને ગેટ ખોલ્‍યો તો તેણે પત્‍ની અને કથિત યુવકને કઢંગી હાલતમાં જોઈ લીધા. પતિના જણાવ્‍યા અનુસાર, યુવકે તેની સાથે મારપીટ કરી અને ગળું પણ પકડી લીધું. જ્‍યારે પત્‍નીએ પણ તેનો હાથ પકડી લીધો. દેકારો સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્‍યા અને બચાવ કર્યો.

પતિની સામે પત્‍નીએ પ્રેમી પાસે માગમાં સિદૂર ભરાવ્‍યું: ત્‍યાર બાદ પોલીસને સૂચના આપવામાં આવી. પતિનો આરોપ છે કે, તેના અને સાસરિયાવાળા વિરુદ્ધ કથિત યુવક પાસે પત્‍નીએ માગમાં સિદૂર ભરાવ્‍યું. હવે પતિએ એસએસપી ઓફિસે પહોંચી ખુદ અને તેના માતા-પિતાની સુરક્ષાની માંગ કરી છે.

પતિનું કહેવું છે કે, તેમના જીવને ખતરો છે અને આખા મામલાની નિષ્‍પક્ષ તપાસ કરી દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. હાલમાં પતિ તરફથી લગાવવામાં આવેલા તમામ આરોપો પર પોલીસ તપાસ કરી રહી છે, અને સચ્‍ચાઈ સામે આવ્‍યા બાદ કાર્યવાહી કરશે.

 

(9:59 AM IST)