<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

૧૩ વર્ષ મોટી ગર્લફ્રેન્ડ માટે પતિઍ પત્નીની કરી હત્યા

હરિયાણામાં પુણે જેવી ઘટનાઃહજુ ૩ મહિના પહેલા જ થયા હતા લગ્ન : હરિયાણાના ગુરુગ્રામમાં ઍક યુવકે પોતાની ૩૮ વર્ષની ગર્લફ્રેન્ડ માટે ૨૨ વર્ષની પત્નીની હત્યા કરી નાખી

ગુરુગ્રામ,તા.૦૬ઃ પુણેના કેતન અગ્રવાલની હત્યાનો કેસ આખા દેશમાં ભારે ચર્ચામાં છે. આ વચ્ચે હવે હરિયાણાના ગુરુગ્રામમાંથી પણ આવો જ ઍક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. જ્યાં ઍક યુવકે પોતાની ૩૮ વર્ષની ગર્લફ્રેન્ડ માટે ૨૨ વર્ષની પત્નીની હત્યા કરી નાખી છે. ઍવું કહેવામાં આવી રહ્નાં છે કે, યુવકે તેની ગર્લફ્રેન્ડની સાથે મળીને જ પત્નીને મારવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસની તપાસમાં આ ખુલાસો થયો છે. ખાસ વાત ઍ છે કે યુવકના લગ્ન માત્ર ત્રણ મહિના પહેલાં જ થયાં હતાં. પરંતુ યુવક પોતાની ગર્લફ્રેન્ડ સાથે રહેવા માંગતો હતો. આ કારણે તેણે પત્નીને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો હતો. ૨૧ મેના રોજ યુવક પત્નીને ગર્લફ્રેન્ડના ભાડાના ઘરમાં લઈ ગયો હતો અને ત્યાં ગોળી મારીને પત્નીની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ બંનેઍ મૃતદેહને બાથરૂમમાં મૂક્યો અને ઘટનાસ્થળેથી ભાગી ગયા. યુવકની પત્નીનું નામ મધુ હતું. તે ૨૧ મે ૨૦૨૬થી ગાયબ હતી. આ કારણે તેના પરિવારજનોઍ માનેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરિવારજનોઍ પોલીસને જણાવ્યું કે, ૨૧ મેના રોજ મધુને તેનો પતિ અંકિત સ્કૂટર પર બેસાડીને લઈ ગયો હતો. આથી પોલીસને પહેલો શક અંકિત પર જ ગયો.
તપાસમાં જાણવા મળ્યું કે, અંકિત તેને માનેસર બસ સ્ટેન્ડ પાસે આવેલા ઍક ભાડાના મકાનમાં લઈ ગયો હતો. જ્યાં ઍક યુવતી તેની સાથે લિવ-ઇન રિલેશનમાં રહેતી હતી. પોલીસ મધુને શોધતી શોધતી આ ઘરે પહોંચી, ત્યારે અંદરથી ભારે દુગ*ધ આવી રહી હતી. પોલીસે દરવાજા તોડ્યો અને અંદરનું દૃશ્ય જાઈને બધા હચમચી ગયા. કારણ કે બાથરૂમમાં મધુનો સડી ગયેલો મૃતદેહ પડ્યો હતો. પોલીસે મુધુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો અને અંકિતની શોધખોળ શરૂ કરી હતી.
પત્ની મધુની હત્યા કર્યા પછી અંકિત ગર્લફ્રેન્ડ સાથે ફરાર થઈ ગયો હતો. બંને ભાગતા ફરી રહ્ના હતાં. લગભગ ઍક મહિના પછી બંને કોઈ કામ માટે માનેસર પરત આવ્યાં હતાં. પોલીસ સતત સતર્ક હતી. જેવી જ બંનેના આવવાની ખબર મળી, તરત જ અંકિત અને તેની ગર્લફ્રેન્ડને પોલીસે ઝડપી લીધાં. પૂછપરછમાં બંનેઍ કેટલાક મહત્વના ખુલાસા થયા કર્યા છે.
પોલીસે જણાવ્યું કે, માનેસરના રહેવાસી અંકિત ભગતની ઉંમર ૨૫ વર્ષ હતી. જ્યારે તેની ગર્લફ્રેન્ડ રજની દેવીની ઉંમર ૩૮ વર્ષ હતી  ઍટલે કે તે અંકિતથી ૧૩ વર્ષ મોટી હતી. બંને વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી અફેર ચાલતું હતું. આ દરમિયાન ૧૯ ફેબ્રુઆરીઍ અંકિતના મધુ સાથે લગ્ન થયાં હતાં. પરંતુ લગ્નના માત્ર ત્રણ મહિના પછી જ તેણે ગર્લફ્રેન્ડ સાથે મળીને આ ભયાનક ષડયંત્ર રચ્યું. અંકિત ગર્લફ્રેન્ડ સાથે જ રહેવા માંગતો હતો, તેથી તેણે પત્નીને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો. તે ઉત્તર પ્રદેશથી લગભગ બે મહિના પહેલાં પિસ્તોલ લાવ્યો હતો અને તેને રજનીના રૂમમાં છુપાવી દીધી હતી. ૨૧ મેના રોજ તે પત્નીને ત્યાં લઈ આવ્યો અને ગોળી મારીને તેની હત્યા કરી નાખી. ઘટના પછી બંને ગુરુગ્રામથી નીકળીને હરિદ્વાર પહોંચ્યાં અને ત્યાં છુપાઈ રહ્નાં. ત્યાંથી બંને નેપાળ ભાગી જવાની તૈયારીમાં હતાં. પરંતુ કોઈ કારણસર બંનેઍ માનેસર પરત આવવું પડ્યું. બંને છાના-છાના આવ્યાં હતાં, પરંતુ પોલીસે તેમને ઝડપી લીધાં. અંકિત અને રજનીઍ મધુની હત્યાની કબૂલાત કરી છે.(૪૦.૫૧)

(3:34 PM IST)