<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

પતિએ પોલીસમાં કરી ફરિયાદઃ પત્‍ની કાળિયો કહીને મને ઉતારી પાડે છે

પત્‍ની હંમેશાં મોંઘી અને પહોંચની બહાર હોય એવી ચીજોની જ ડિમાન્‍ડ કરે છે

ગ્‍વાલિયર,તા.૨૯: ઘરેલુ હિંસા અને સતામણીના કેસમાં માત્ર સ્‍ત્રીઓ હેરાનગતિ અનુભવે છે એવું નથી. કેટલીક  સ્‍થિતિમાં ઘણી વાર પુરુષોની પીડા પણ કંઈ ઓછી નથી હોતી. મધ્‍ય પ્રદેશના ગ્‍વાલિયર જિલ્‍લાના એક ગામમાં રહેતા કમલ કિશોર અને તેની મમ્‍મી વહુની સતામણી સામે ફરિયાદ કરવા માટે પોલીસ-સ્‍ટેશન પહોંચ્‍યાં હતાં. કમલ કિશોરનું કહેવું હતું કે તેની પત્‍ની હંમેશાં મોંઘી અને પહોંચની બહાર હોય એવી ચીજોની જ ડિમાન્‍ડ કરે છે; તે આઇફોન, ઍર-કન્‍ડિશનર અને કારની ડિમાન્‍ડ કરે છે. જ્‍યારે તે આ બધું લાવી શકે એટલી મજબૂત આર્થિક સ્‍થિતિ નથી એવું કહે છે ત્‍યારે પત્‍ની કમલને કાળિયો કહે છે. તેનો ત્‍વચાનો વર્ણ કાળો છે એને કારણે તે આએદિન કાળિયા-કાળિયા કહીને સંભળાવે છે. કમલ અને તેની પત્‍ની લતેશનાં લગ્ન બે વર્ષ પહેલાં જ થયાં છે. લગ્ન પછી તે પતિના કાળા રંગ માટે મજાક ઉડાવતી થઈ ગઈ. મોંઘી ડિમાન્‍ડ પૂરી ન થાય તો ઝઘડો કરે છે અને જાતને જ ટોર્ચર કરીને ધમકી આપે છે કે તે આત્‍મહત્‍યા કરી લેશે અથવા તો ઘરેલુ હિસાનો કેસ ઠોકી દેશે. વહુના આતંકથી પરેશાન પતિ અને સાસુએ પોલીસની મદદ માગી છે. 

(3:19 PM IST)